ભારત-ઝિમ્બાબ્વેની મહિલા ટીમો વડોદરા આવી પહોંચી
વડોદરામાં મહિલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો ઉત્સાહ ફરી જોવા મળ્યો છે. ભારત અને ઝિમ્બાબ્વેની મહિલા ટીમો 3 વન-ડે મેચની શ્રેણી માટે કોટંબી સ્થિત BCA સ્ટેડિયમ માટે વડોદરા પહોંચી ગઈ છે. શ્રેણીના મેચો 23, 25 અને 28 ઓક્ટોબરે યોજાશે અને બંને ટીમોના આગમન સાથે શહેરમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
ટીમોનો આગમન ભારતીય મહિલા ક્રિકેટ ટીમ બપોરે 1 વાગ્યે વડોદરા એરપોર્ટ પર આવી પહોંચી હતી. ઝિમ્બાબ્વેની મહિલા ટીમ સાંજે 5:45 વાગ્યે વડોદરા એરપોર્ટ પર આગમન કર્યું હતું.
મેચ શેડ્યૂલ અને સ્થળ ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે કુલ 3 વન-ડે મેચો કોટંબી સ્થિત BCA સ્ટેડિયમ ખાતે 23, 25 અને 28 ઓક્ટોબરે રમાશે.
પ્રેક્ટિસ શેડ્યૂલ શ્રેણીની તૈયારીના ભાગરૂપે આવતીકાલે ગુરુવારે ભારતીય ટીમ બપોરે 2 થી સાંજે 5 વાગ્યા સુધી પ્રેક્ટિસ કરશે, જ્યારે ઝિમ્બાબ્વેની ટીમ સાંજે 5 વાગ્યાથી નેટ પ્રેક્ટિસ શરૂ કરશે.