ગુજરાત બુલેટ ટ્રેન 2027માં શરૂ થશે
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે દ્વારા જાહેર કરવામાં આવેલા મૂળટાઈમટેબલ અનુસાર, દેશની પહેલી બુલેટ ટ્રેન 2027ના છેલ્લા ક્વાર્ટરમાં (ઓક્ટોબરથી ડિસેમ્બર) શરૂ કરવામાં આવશે. આ ટ્રેનનું પ્રથમ સેક્શન ગુજરાતના સુરતથી વાપી વચ્ચે ખુલ્લુ મુકવામાં આવશે.
આ રૂટ પર ટ્રેન 280 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડશે અને આ માટે 8 સ્ટેશનો પર સિવિલ વર્ક પૂર્ણ થઈ ચૂક્યું છે. પ્રોજેક્ટની હાલની પ્રગતિ અંગે રેલવે મંત્રીએ સોશિયલ મિડિયા પર માહિતી આપી છે.
પ્રોજેક્ટની પ્રગતિ
તેમણે જણાવ્યું કે હાલમાં પ્રોજેક્ટમાં નીચેના કામો પૂર્ણ થયા છે:
- 456 કિમી સુધી પિલરનું નિર્માણ પૂર્ણ.
- 371 કિમી સુધી બ્રિજનું નિર્માણ કામ પૂર્ણ.
- 299 કિમીના રૂટ પર અવાજ રોકવા માટે 6 લાખ નોઈઝ બેરિયર લગાવવામાં આવ્યા છે.
- 206 કિમીના બ્રિજ પર 9,300 OHE ઇલેક્ટ્રિક પોલ ઉભા કરવામાં આવ્યા છે.
- 4 પહાડી ટનલ્સનું ખોદકામ પૂર્ણ.
મહારાષ્ટ્રની ટનલ અને TBM કામગીરી આ હાઈ-સ્પીડ કોરિડોરમાં 21 કિમી લાંબી ટનલમાંથી પસાર થશે, જેમાંથી 7 કિમીનો હિસ્સો દરિયાની નીચે (થાણે ક્રીક) બની રહ્યો છે.
ટનલ અને મેન્ટેનન્સ ડેપો
જુલાઈ 2026માં વિક્રોલી અને સાવલી સ્થાનો પર બે વિશાળ ટનલ બોરિંગ મશીન (TBM) લગાવવામાં આવ્યા છે. દરેક મશીનની ઊંચાઈ ચાર માળની ઈમારત જેટલી છે, લંબાઈ 96 મીટર અને વજન 3 હજાર ટનથી વધુ છે.
સ્ટેશન અને મેન્ટેનન્સ ડેપો રૂટના 8 સ્ટેશનો પર સિવિલ વર્ક પૂરું થઇ ગયું છે અને હાલ આ સ્ટેશનોમાં આર્કિટેક્ચરલ ફિનિશિંગનું કામ ચાલી રહ્યું છે.
બુલેટ ટ્રેન મોડેલ
રેલવે મંત્રીએ જણાવ્યુ કે ICF અને BEML દ્વારા સ્વદેશી ‘B28’ ટ્રેનસેટ તૈયાર કરવામાં આવી રહ્યું છે, જે 280 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડશે. આના પહેલાં બોડી ફ્રેમ તૈયાર થઈ ચૂક્યા છે અને હાલ સ્ટ્રક્ચરલ ટેસ્ટિંગ ચાલી રહ્યું છે.
અધિકૃત જણાવણીઓ અનુસાર 2027ના મધ્યમાં બુલેટ ટ્રેનના ટ્રેક ટ્રાયલ શરૂ થશે. આના બાદ વધુ ઝડપ ધરાવતી ‘B35’ ટ્રેન (350 કિમી પ્રતિ કલાક) ચલાવવામાં આવશે.
પ્રોજેક્ટમાં વિલંબ
રેલમંત્રી અશ્વિની વૈષ્ણવે પ્રોજેક્ટમાં થયેલા વિલંબના કારણો વિશે જણાવ્યું કે જરૂરી સ્વદેશી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ભારતમાં જ વિકસાવવામાં આવી રહી છે. તેમણે જણાવ્યું કે 2017માં યોજનાનો ઘોષણા બાદ લગભગ અઢી વર્ષ સુધી રાજ્ય સરકારની મંજૂરી અને જમીન સંપાદનના કારણે કામ આડું રહ્યું.
બાદમાં બે વર્ષ કોરોના મહામારીમાં ગયા. ખરા અર્થમાં 2021થી જ નિર્માણ કાર્ય શરૂ થયું અને છેલ્લા માત્ર 5 વર્ષમાં જબરદસ્ત કામગીરી કરવામાં આવી છે.