વડોદરામાં નવરાત્રિ-દશેરા દરમિયાન વાહન નોંધણી
વડોદરામાં નવરાત્રિ અને દશેરા પર્વ નિમિત્તે વાહન ખરીદીમાં તેજી જોવા મળી છે. દરજીપુરા RTOની રેકોર્ડ પ્રમાણે નવરાત્રિ-દશેરાના 10 દિવસ દરમ્યાન કુલ 7435 નવા વાહનોની નોંધણી થઈ છે અને તેનું અંદાજિત વ્યવસાય રૂ.250 કરોડથી વધુ છે.
નોંધાયેલા વાહનમાં 5040 ટુ-વ્હીલર, 1588 કાર અને કુલ 580 ઇલેક્ટ્રિક વાહનોનો સમાવેશ થાય છે. દરજીપુરા RTO દ્વારા નોંધાયેલા આંકડા મુજબ:
- કુલ નોંધણી: 7435 વાહનો
- અંદાજિત વ્યવસાય: રૂ.250 કરોડથી વધુ
- ટુ-વ્હીલર: 5040 (જેમાં 4580 પેટ્રોલ, 452 ઇલેક્ટ્રિક અને 8 CNG)
- કાર: 1588 (જેમાં 1252 પેટ્રોલ, 223 ડીઝલ અને 115 ઇલેક્ટ્રિક)
- અન્ય વાહનો: 97 થ્રી-વ્હીલર (ગૂડઝ), 314 રિક્ષા, 100 ટ્રેક્ટર અને 250 ભારદારી વાહનો
ઉચ્ચ મૂલ્યની નોંધણીઓમાં આ સમયગાળામાં રેન્જ રોવરની રૂ.1.08 કરોડની નોંધણી થઈ છે અને રૂ.50 લાખથી વધુ કિંમત ધરાવતા 15 કારની નોંધણી પણ નોંધાઈ છે.
ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે લગભગ 2000 વાહનોનું રજિસ્ટ્રેશન ઓછું થયું છે. વર્ષ 2025ના નવરાત્રિ-દશેરા દરમિયાન ટુ-વ્હીલર 6124 અને કાર 2363 સહિત કુલ 9428 વાહનોનું વેચાણ નોંધાયું હતું.