ઉતરાણ સ્ટેશન પર છ ટ્રેનોના સ્ટોપેજ બે દિવસ રદ, મુસાફરોને હાલાકી

ઉતરાણ સ્ટેશન પર ટ્રેનોના સ્ટોપેજ રદ

GS Team — 30 Oct 2026: સુરત-વડોદરા રેલવે સેક્શનના ઉતરાણ સ્ટેશન પર યાર્ડ રિ-મોડેલિંગ કાર્ય ચાલુ છે. તેના પ્રગતિને પગલે 1 અને 2 નવેમ્બરે હંગામી ધોરણે 6 ટ્રેનોનું સ્ટોપેજ રદ કરાયું છે. પ્લેટફોર્મ ફેરફાર પશ્ચિમ રેલવે વિભાગે ઉતરાણ સ્ટેશનના જૂના ડાઉન પ્લેટફોર્મને દૂર કરીને સ્ટેશનની ઉત્તર દિશામાં 600 મીટર લાંબું નવું પ્લેટફોર્મ બનાવ્યું છે.

આ માળખાકીય ફેરફારો યાર્ડ રિ-મોડેલિંગનો ભાગ છે. પ્રભાવિત ટ્રેનો પશ્ચિમ રેલવેના આયોજન પ્રમાણે રદ કરાયેલા ટ્રેનોમાં વલસાડ-વડોદરા પેસેન્જર, વિરાર-ભરૃચ એક્સપ્રેસ, વડોદરા-સુરત-વડોદરા મેમુ, સુરત-ભરૃચ મેમુ તથા બોરીવલી-વટવા એક્સપ્રેસનો સમાવેશ થાય છે.

મુસાફરો માટે અસુવિધા આ બે દિવસ દરમિયાન ઉપરોક્ત ટ્રેનો ઉતરાણ સ્ટેશન પર રોકાશે નહીં, જેના કારણે ઉતરાણથી મુસાફરી કરતા યાત્રિકોને અસુવિધાનો સામનો કરવો પડી શકે છે.