ત્રિગ્રહી યોગનું સર્જન
સૂર્યના સ્વામિત્વવાળી સિંહ રાશિમાં મંગળ, કેતુ અને ગુરુ (બૃહસ્પતિ)ના દુર્લભ સંયોગથી ‘ત્રિગ્રહી યોગ’ સર્જાયો છે. ગત 12 નવેમ્બરે મંગળના સિંહ રાશિ પ્રવેશથી આ યોગ બનાવ કર્યો અને જે 5 ડિસેમ્બર સુધી રહેશે. 5 ડિસેમ્બરે કેતુ સિંહ રાશિ છોડીને કર્ક રાશિના પ્રવેશ કરશે ત્યારે આ યોગ ભંગ થશે.
લાભદાયક સંયોગ
જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ સંયોગ કર્ક, તુલા અને વૃશ્ચિક રાશિના જાતકો માટે લાભદાયક રહેશે. યોગની રચના અને અવધિ ગત 12 નવેમ્બરે મંગળ સિંહ રાશિમાં પ્રવેશ્યો હતો, જ્યાં કેતુ અને ગુરુ પહેલેથી બિરાજમાન છે. આ ત્રણેય ગ્રહોની યુક્તિને જ્યોતિષમાં દુર્લભ ગણવામાં આવે છે અને તે 5 ડિસેમ્બર સુધી જળતા રહેશે.
કર્ક રાશિના જાતકો માટે લાભ
કર્ક રાશિ સૂત્રો અનુસાર કર્ક રાશિના જાતકો માટે આ યુતિ કુંડળીના બીજા ભાવમાં બની રહી છે, જે ધન, પરિવાર અને વાણીનો ક્ષેત્ર છે. આ ગોચરના પ્રભાવથી આર્થિક સ્થિતિમાં સુધારો થઈ શકે છે અને નવા આવકના સ્ત્રોત ઉભા થવાની શક્યતા જણાય છે. અગાઉ કરેલા પ્રયત્નોનું સારું ફળ લાગશે. નોકરીયાતોને કાર્યક્ષેત્રમાં પોતાની પ્રતિભા દાખવવાની તક મળશે, જેના કારણે આત્મવિશ્વાસ વધશે.
તુલા રાશિના જાતકો માટે લાભ
તુલા રાશિ તુલા રાશિના જાતકો માટે આ ત્રિગ્રહી યોગ લાભભાવ (અગિયારમા)માં ઉભો થઈ રહ્યો છે, જે આવક અને આર્થિક લાભ સાથે સીધો સંકળાયેલો છે. ગોચર દરમિયાન આવકમાં નોંધપાત્ર વધારો થવાના પ્રબળ યોગ ઊભા રહે છે. લાંબા સમયથી કારકિર્દીમાં પ્રગતિની રાહ જોઈ રહેલા લોકોને સારા સમાચાર મળી શકે છે.
વૃશ્ચિક રાશિના જાતકો માટે લાભ
વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિનાં જાતકો માટે આ યુતિ કુંડળીના દસમા ભાવમાં બની રહી છે, જે કર્મ, નોકરી અને પ્રતિષ્ઠાનું ક્ષેત્ર ગણાય છે. મંગળ આ રાશિના સ્વામી હોવાને કારણે આ ગોચરનો પ્રભાવ વિશેષ માનવામાં આવે છે. કાર્યસ્થળ પર પકડ મજબૂત થવાની શક્યતા છે અને નોકરી શોધતા યુવાનોને સારી તકો મળી શકે છે.