1 મહિના બાદ 3 રાશિના જાતકોના જીવનમાં આવશે મોટો વળાંક, બઢતી સાથે અઢળક આર્થિક ફાયદો કરાવશે શનિ માર્ગી | Gujarat Samachar

શનિ માર્ગી થવાની તારીખ

જ્યોતિષ મુજબ, આવતી 11 ડિસેમ્બરે શનિ માર્ગી થશે. શનિ પહેલા 27 જુલાઈએ તે જ રાશિમાં વક્ર મૂવમેન્ટમાં ગયો હતો.

મેષ રાશિ

મેષ રાશિના જાતકોને કારકિર્દી અને આર્થિક મામલાઓમાં રાહત મળશે. નોકરી કરતા લોકોને કાર્યક્ષેત્રમાં હાલની મુશ્કેલીઓમાંથી છૂટકારો મળવાની સંકેતો છે. લાંબા સમયથી નોકરી બદલવાની કોશિશ કરતા લોકો માટે નવી તકો મળી શકે છે.

વૃષભ રાશિ

વૃષભ રાશિના જાતકો માટે શનિનું માર્ગી થવું આવકના નવા રસ્તા ખોલી શકે છે. નોકરી કરતા લોકો માટે બઢતી અને પગાર વધારાના સકારાત્મક સંકેતો જોવા મળે છે.

મકર રાશિ

મકર રાશિ માટે શનિ વિશેષ મહત્વનો ગ્રહ માનવામાં આવે છે. મકર રાશિના નોકરી કરતા લોકોને નવી જવાબદારીઓ મળે તેવી શક્યતા છે અને લાંબા સમયથી બઢતીની રાહ જોનારા માટે ખુશખબર મળી શકે છે.

આ સમયગાળામાં આવક અને ખર્ચ વચ્ચે સંતુલન જાળવીને આર્થિક સ્થિતિ મજબૂત રાખવી ફાયદાકારક રહેશે.