મંજુબેન દરજીનું સન્માન: વાવ-થરાદથી આવેલી મહિલા સદસ્યને ગાંધીનગરમાં વિશ્વાસભર્યું સન્માન

*વાવ-થરાદ જિલ્લાના થરાદના મહિલા સદસ્યનું જિલ્લા પ્રમુખ તરીકે નિમણૂક કરી તેમનું સન્માન કરાયું*

સનાતન ધર્મના સર્વોચ્ચ ધર્મગુરુ, દ્વારકાપીઠના જગતગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતી મહારાજના વિશેષ આશીર્વાદ અને પૂજ્ય મુક્તાનંદજી બાપુના માર્ગદર્શન હેઠળ તેમજ ઉષાબેન કપૂરના પ્રમુખપદે ‘સનાતન ધર્મ સંસ્થાન સેવા ટ્રસ્ટ મહિલા સંગઠન સમિતિ’ની વાર્ષિક અહેવાલ બેઠકનું આયોજન ગત તારીખ ૨૩ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ ગાંધીનગરના પેથાપુર મુકામે ઉત્સાહભેર કરવામાં આવ્યું હતું.
આ વાર્ષિક બેઠક દરમિયાન સંસ્થાના નિયુક્ત હોદ્દેદારોએ વર્ષ દરમિયાન કરેલા વિવિધ સેવાકીય અને સંગઠનાત્મક કાર્યોનું સુંદર પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત રહેલા પૂજ્ય મુક્તાનંદજી બાપુના વરદ્ હસ્તે વાવ-થરાદ જિલ્લાના થરાદથી ઉત્સાહી મહિલા સદસ્ય અને જિલ્લા પ્રમુખ તરીકે સેવા આપી રહેલા મંજુબેન દરજીનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. મંજુબેન દ્વારા વિસ્તારમાં કરવામાં આવેલી ઉત્કૃષ્ટ સેવકીય પ્રવૃત્તિઓની ઉપસ્થિત સૌ મહાનુભાવોએ પ્રશંસા કરી હતી.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંગઠનની સમગ્ર ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.