ફૂડ કૂપન વિવાદમાં મારપીટની ઘટના
અમદાવાદના ન્યૂ રાણીપ સ્થિત સુકન સ્માઈલ સિટી સોસાયટીમાં મેન્ટેનન્સ બાકી હોવાના મુદ્દે ફૂડ કૂપન ન મળતા વિવાદ રમખાણમાં બદલાઈ ગયો હતો. સોસાયટીના એક સભ્ય આલાપ શુક્લએ મેન્ટેનન્સ બાકી હોવાને કારણે ફૂડ કૂપન ન આપવાના વિવાદમાં સોસાયટીના ખજાનચી કનુભાઈ ચૌધરી તથા અન્ય સભ્યો સાથે ગેરવર્તન અને મારામારી કરી હોવાનું જણાવાયું છે.
ઘટનાની વિગત અનુસાર, મેન્ટેનન્સ બાકી હોવાને કારણે આલાપ શુક્લને ફૂડ કૂપન આપવામાં આવ્યા નહોતા. આ બાબતે ઉશ્કેરાઈને આલાપે ખજાનચી કનુભાઈ ચૌધરી અને અન્ય સભ્યો સાથે બોલાચાલી અને શારીરિક રીતે ગેરવર્તન કર્યું હોવાનું સામે આવ્યું છે.
સમગ્ર પરિસ્થિતિના દ્રશ્યો સોસાયટીના સીસીટીવીમાં કેદ થયા છે. સોસાયટીની પ્રતિક્રિયા ઘટનાના CCTV ફૂટેજ સામે આવતા સોસાયટીની સભ્યઓમાં અસંતોષ જોવા મળ્યો છે અને મામલો ચર્ચામાં આવ્યો છે. ફૂટેજમાં માલુમ પડતા દ્રશ્યો સોસાયટી દ્વારા પોલીસને રજૂ કરવામાં આવ્યા હોવાની માહિતી મળી છે.
ફરિયાદ અને પોલીસ તપાસ સોસાયટીના ખજાનચી કનુભાઈ ચૌધરીએ સાબરમતી પોલીસ મથકમાં આલાપ શુક્લ સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવાયું છે કે આરોપીએ મેન્ટેનન્સ ભરવાને બદલે અન્ય સભ્યો સાથે ગેરવર્તન કર્યું અને હુમલો કર્યો. સાબરમતી પોલીસ સીસીટીવી ફૂટેજ અને દાખલ કરેલી ફરિયાદના આધારે તપાસ કરી રહી છે અને કાયદેસરની કાર્યવાહી કરવાની પ્રક્રિયા શરૂ કરી છે.