દિવાળીની રાત્રે 112ના કંટ્રોલ રૂમમાં ટેલિફોનની ઘંટડીઓ રણકતી રહી, અમદાવાદમાં 26 ફાયર કોલ, સદનસીબે જાનહાનિ ટળી

દિવાળીની રાત્રે આગના કોલ

દિવાળીની રાત્રે અમદાવાદમાં ફટાકડા અને શોર્ટ સર્કિટના કારણે કુલ 26 આગના કોલ ફાયર કંટ્રોલ રૂમને મળ્યા. શહેરના પૂર્વ અને પશ્ચિમ ઝોનમાં ઘોડાસર, વાસણા, બોપલ, નવરંગપુરા અને નિકોલ સહિતના વિસ્તારોમાં આગ લાગી હતી. મોટાભાગના કિસ્સાઓ ફટાકડાના તણખા પડવાથી કચરા, બંધ મકાનોની ગેલેરી અને ખુલ્લા પ્લોટમાં આગ લાગવાના રહ્યા. ફાયરબ્રિગેડે તાત્કાલિક પહોંચી અને મોટા ભાગની આગ પર મિનિટોમાં જ કાબૂ મેળવી લીધા. સદનસીબે કોઈ જાનહાનિ નોંધાઈ નથી.

આગના કારણો

આગ લગવાના મુખ્ય કારણો અને પ્રકૃતિ ફાયર અધિકારીઓના જણાવ્યા અનુસાર, ફટાકડા ફોદતા પડેલા તણખા નેરસુંકરા સુકા ઘાસ, કચરાના ઢગલા અથવા મકાનની અગાશી પર મુકેલા સામાન પર પડતા આગ ભભૂકી ઉઠતી હતી. કેટલાક બનાવો શોર્ટ સર્કિટને કારણે પણ બનયા હતા. મોટાભાગની આગો નાના કે મધ્યમ પાયાના હોવાથી થોડા મિનિટમાં જ જવાનોએ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો.

ક્યાં ક્યાં આગ લાગી?

ઘોડાસર (નિગમ બસ સ્ટેન્ડ પાસે, નીલગીરી સોસાયટી) – ભંગારની દુકાનમાં, વાસણા (નારાયણ નગર, ચંદ્ર મૌલી હોલ પાસે), બોપલ – 3, રાધેશ્યામ રો હાઉસ (મકાનમાં), નવરંગપુરા – લોયલા સ્કૂલના ગ્રાઉન્ડમાં (કચરામાં), નિકોલ (અમર જવાન સર્કલ પાસે) – ધ ગ્રાન્ડ સેરેનિટી (8મા અને 10મા માળે મકાનમાં).

ફાયરબ્રિગેડની કામગીરી

દિવાળી પર્વને ધ્યાનમાં રાખી ફાયરબ્રિગેડને શહેરભરમાં હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યું હતું અને રાત્રે ફટાકડીઓ શરૂ થતા જ કંટ્રોલ રૂમમાં કોલ આવવાનું શરૂ થયું. કંટ્રોલ રૂમમાંથી નિકટવર્તી ફાયર સ્ટેશનની ગાડીઓને તરતો રવાના કરીને, જવાનોએ ઝડપથી સ્થળોએ પહોંચી આગ કાબૂમાં લીધી. રાત્રે 10 વાગ્યા સુધીમાં કુલ 26 કોલ નોંધાયા અને મોટા નુકસાન થવાનું અટકાવવામાં આવ્યું.

પ્રાથમિક તપાસના તારણ

ફાયર વિભાગની પ્રાથમિક તપાસના તારણ પ્રાથમિક તપાસમાં આગળ આવ્યું છે કે લોકોએ અગાશી અથવા બાલ્કનીમાં ભંગાર, કપડા અથવા ગાદલા-ગોદડાં જેવા નકામી સામાન રાખવાથી અને આકાશમાં ઉડીને પડતા રોકેટ તથા હવાઇ ફટાકડા સૂકા કચરા પર પડવાના કારણે આગ ઝડપી રીતે ફેલાઇ ગઈ. બંધ મકાનોની ગેલેરીમાં રાખેલી સામગ્રી પણ ત્વરિત જ આગની લપેટમાં આવી ગઇ.