વડોદરામાં વિધર્મી મુક્ત નવરાત્રી માટે હિન્દુ સંગઠનોના 2000 કાર્યકરો તૈયાર

વડોદરામાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરોએ પોલીસ કમિશનરને આવેદનપત્ર આપ્યું છે. આવેદનપત્રમાં સંગઠનોએ જણાવ્યું છે કે ગરબામાં વિધર્મીઓ પ્રવેશ ન કરે તે સુનિશ્ચિત કરવા માટે ૧૫ પ્રખંડમાં કુલ 2000 કાર્યકરો તૈનાત રાખવામાં આવશે.

શાંતિપૂર્ણ નવરાત્રી માટે પોલીસને વિનંતી

સંઘઠનોે પોલીસને કડક વલણ અપનાવવા અપીલ કરી છે અને નવરાત્રી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટે યોગ્ય સુરક્ષા વ્યવસ્થા કરવાની વિનંતી કરી છે. તેમણે પોલીસને પૂરતો અને સંપૂર્ણ સહયોગ આપવાની કટિબદ્ધતા પણ વ્યક્ત કરી છે.