સોલા સાયન્સ સીટી: સરદાર પટેલ ગાર્ડનમાં યુવકે સિનિયર સિટીઝનને ધમકી આપી, 3ની ધરપકડ

સોલા સાયન્સ સીટીમાં ધમકીની ઘટના

અમદાવાદના સોલા સાયન્સ સીટી વિસ્તારમાં સરદાર પટેલ ગાર્ડનમાં સિનિયર સિટીઝનોએ અયોગ્ય હરકત કરતા એક યુવકને અટકાવ્યો હતો. તેના દ્વારા રાખેલી અદાવતમાં તે ફરી 10-15 અન્ય યુવકો સાથે આવીને સિનિયર સિટીઝનને ધમકી આપી હતી. ઘટનાની જાણ થતાં બોડકદેવ પોલીસે સ્થળ પરથી તાત્કાલિક કાર્યવાહી કરી અને 3 યુવકોને ઝડપી પાડવામાં આવ્યા છે તથા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ઘટનાની વિગત સોલામાં આવેલ પંચામૃત બંગ્લોઝમાં રહેતા રમણભાઈ પટેલ સાયન્સ સીટી રોડ પર આવેલા સરદાર પટેલ ગાર્ડનમાં “સિનિયર સિટીઝન પરિવાર” નામનું ગ્રુપ ચલાવે છે અને તેના અન્ય સિનિયર સભ્યો ત્યાં બેઠા હતા. સૂત્રો અનુસાર બે દિવસ પહેલા સાંજે ત્યાં એક યુવક અને એક યુવતી બેઠા હતા જેમાંથી યુવકે અયોગ્ય હરકત કરી હતી. રમણભાઈ અને અન્ય સભ્યો દ્વારા તેને એવો વર્તન ન કરવાનો ઇશારો કરવામાં આવ્યો અને તેઓ બંને સ્થળ છોડીને ગયા હતા.

તેના પછી, યુવક 10-15 જેટલી વ્યક્તિઓના ટોળા સાથે ફરી આવી ગયો અને રમણભાઈ સહિત અન્ય સિનિયર સિટીઝનને ધમકી આપી હતી. પોલીસ કાર્યવાહી સિનિયર સિટીઝનોએ બનાવની ફરિયાદ બોડકદેવ પોલીસ મથકમાં નોંધાવી, ત્યારબાદ પોલીસે સ્થળે તાત્કાલિક દોડી જઈ ત્રણે યુવકોને ઝડપી લીધા. ધરપકડ કરાયેલા ત્રણની ઓળખ વિપુલ દેસાઇ, વિષ્ણુ દેસાઇ અને રોહિત દેસાઈ તરીકે કરવામાં આવી છે. પોલીસ અન્ય સંકળાયેલા યુવકોની શોધખોળ કરી રહી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ રહી છે.