‘યુદ્ધ હવે સરહદ પર જ નહીં, સોશિયલ મીડિયા પર ખેલાય છે’: સિલીગુડીમાં જવાનો વચ્ચે બોલ્યા સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ!

સોશિયલ મીડિયા યુદ્ધના પડકારો

સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે સિલીગુડીમાં બાગડોગરા એરફિલ્ડ ખાતે ભારતીય વાયુસેના અને સેનાના જવાનો સાથે દિવાળી ઉજવણી કરી અને બદલાતા યુદ્ધના સ્વરૂપ તેમજ નવા સુરક્ષા પડકારો અંગે સંબોધન કર્યું. તેમણે ડ્રોન- અને સાઈબર હુમલા સાથે સોશિયલ મીડિયા દ્વારા ફેલાતી ભ્રામક અફવાઓને વિશેષ પડકાર તરીકે સૂચવ્યા અને જવાનોને સતર્ક રહેવા તથા ટેક્નોલોજી અપનાવવા જણાવ્યું.

સિલીગુડીનું વ્યૂહાત્મક મહત્ત્વ રહેશે એવી વાત કરી જવાનોને સ્થાનિક લોકો સાથે જોડાણ જાળવવાની પણ સલાહ આપી. બાગડોગરા એરફિલ્ડ પર યોજાયેલી ઉજવણીમાં રાજનાથ સિંહે જવાનો અને તેમના પરિવારોને દિવાળીની શુભેચ્છા પાઠવી. કાર્યક્રમ દરમિયાન તેમણે બદલાતા યુદ્ધના પરિપ્રેક્ષ્યમાં જવાનોની ભૂમિકા અને જવાબદારીઓ વિશે આશ્વાસન અને માર્ગદર્શન આપ્યું.

બદલતા યુદ્ધના સ્વરૂપ

યુદ્ધનું બદલાતું સ્વરૂપ અને નવા પડકાર રાજનાથ સિંહે જણાવ્યું, ‘વર્તમાન સમયમાં યુદ્ધ માત્ર સરહદો પુરતું સીમિત રહ્યું નથી, પરંતુ તેનું સ્વરૂપ ઝડપથી બદલાઈ રહ્યું છે. આજે પ્રોક્સી વોર, નેરેટિવ મેનેજમેન્ટ, ડ્રોન હુમલા અને સાયબર એટેક જેવા પડકારો સતત વધી રહ્યા છે.’ તેમણે કહ્યુ કે દુશ્મન દેશો હવે સોશિયલ મીડિયાને હથિયાર બનાવીને ભ્રામક અફવાઓ ફેલાવવાનો અને લોકોને ભડકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, જે એક મોટો પડકાર છે.

જવાનોને આપેલી સૂચનાઓ અને ટેક્નોલોજીનો મહત્વ આવી પરિસ્થિતિમાં જવાનોની જવાબદારી વધતી જાય છે તે દર્શાવતા રાજનાથ સિંહે જવાનોને દરેક પરિસ્થિતિમાં સચેત રહેવાની સલાહ આપી. તેમણે ડ્રોન ઓપરેશન શીખવાની અને સાયબર સલામતી અંગે જાગૃતિ વધારવાની પ્રયાસો પ્રશંસનીય નોંધ્યા અને જણાવ્યું, ‘ટેકનોલોજી ગમે તેટલી વિકાસિત થાય, પરંતુ તે જવાનોના શિસ્ત અને સમર્પણનું સ્થાન લઈ શકતી નથી.’

સિલીગુડીનું વ્યૂહાત્મક મહત્ત્વ અને સ્થાનિક જોડાણ સંરક્ષણમંત્રીએ સિલીગુડી તથા પૂર્વોત્તર પ્રદેશને દેશની સુરક્ષા માટે અત્યંત સંવેદનશીલ અને વ્યૂહાત્મક ગણાવ્યા અને કહ્યું કે અહીં તૈનાત વાયુસેનાના જવાનો સમગ્ર પ્રદેશ માટે મજબૂત ઢાલ સમાન છે. તેમને જવાનોને સ્થાનિક લોકો સાથે સતત જોડાણ જાળવી રાખવાની અને દુશ્મનની પ્રવૃત્તિઓ વિશે સમયસર સચોટ માહિતી મેળવવાની અપીલ કરી.

કાર્યક્રમ દરમિયાન અન્ય પ્રસંગે સંરક્ષણમંત્રીએ નવનિયુક્ત એર ચીફ માર્શલ આશુતોષ દીક્ષિતને નવો પદભાર સંભાળવા બદલ અભિનંદન પાઠવ્યા.