મધ્યપ્રદેશના સિવનીમાં 3 માળના મકાનમાં આગ લાગતા એક જ પરિવારના 6 લોકોના મોત

મધ્યપ્રદેશના સિવનીમાં મકાનમાં આગ

મધ્ય પ્રદેશના સિવની જિલ્લામાં છપારા સ્થિત મહાવીર વોર્ડના જૈન મહોલ્લામાં સોનાના વેપારીના ત્રણ માળના મકાનમાં ભીષણ આગ લાગી હતી. ઘટનામાં એક જ પરિવારના 6 લોકોના કરુણ મોત થયા છે. ઘટના સવારના 4 વાગ્યે બની હતી જ્યારે પરિવાર સૂતો હતો.

ઘટનાની વિગત મુજબ ઘરમાં અચાનક આગ ફાટી નીકળી હતી અને જ્વાળાઓ ઝડપથી ફેલાઈ ગઈ હતી. ઘટના સમયે મકાનમાં લગભગ 10 લોકો હાજર હતા. રેસ્ક્યૂ અને બચાવ કામગીરી જાણ થતા જ પોલીસ અને ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી ગયા અને રેસ્ક્યૂ કામગીરી હાથ ધરી.

ફાયર બ્રિગેડ અને રેસ્ક્યૂ ટીમે ભારે જહેમત બાદ 4 લોકોને બહાર કાઢી સલામત જગ્‍યાએ પહોંચાડ્યા હતા. અધિકારીઓની જાહેરાત સ્થળે હાજર SDOP અપૂર્વ ભલાવીએ ટેલિફોનિક માહિતી આપતાં જણાવ્યું કે, “સોનાના વેપારીના ત્રણ માળના મકાનમાં લાગેલી આગ પર ફાયર બ્રિગેડ અને રેસ્ક્યૂ ટીમે ભારે જહમત બાદ સંપૂર્ણ કાબૂ મેળવી લીધો છે.”

ઘરમાં આગ લાગવાના સ્પષ્ટ કારણોની હાલ ખબર પડી શકી નથી. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે અને મામલાની તપાસ શરૂ કરી દીધી છે. આગનું કારણ હાલમાં અકબંધ બતાવવામાં આવ્યું છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરવાનો ખુલાસો કર્યો છે.