રાધનપુર-સમી રોડ પર ભયાનક અકસ્માત
પાટણ જિલ્લાના રાધનપુર-સમી રોડ પર ગોચનાદ ગામની આસપાસ ભયાનક અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં એક જ પરિવારના બે સભ્યોના મોત થયા છે અને ચાર લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. સ્થાનિક પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે.
ઘટનાની વિગત મુજબ, રાજસ્થાનમાં રહેવાસી સોની પરિવાર દ્વારકા દર્શન કરીને ભાભર ખાતે રહેતી પોતાની દીકરીને મળવા માટે કારથી મુસાફરી કરી રહ્યા હતા. રાધનપુર-સમી હાઈવે પર ગોચનાદ નજીક તેમની કાર અને સામે આવી રહેલી ટ્રક વચ્ચે ટક્કર થઈ હતી.
આ દુર્ઘટનામાં કારમાં સવાર પરિવારના બે સભ્યો ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સ્થાનિક લોકો અને પોલીસના કર્મીઓ તરત ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
સ્થાનિક પોલીસ વધુ વિગતો અને ઇજાગ્રસ્તોની સારવાર અંગે કાર્યવાહી કરી રહી છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સમીની સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. પોલીસ ઘટનાની વિગતવાર તપાસ હાથ ધરવામાં આવી છે અને આગળની કાર્યવાહી ચાલુ છે.