મુંબઈમાં પ્રદૂષણમુક્ત દિવાળી વિવાદ: ભાજપના વાંધા બાદ BMCએ દિયા મિર્ઝાનો વીડિયો હટાવ્યો

મુંબઈમાં પ્રદૂષણમુક્ત દિવાળી અભિયાન

મુંબઈમાં બૃહદમુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) દ્વારા પ્રદૂષણમુક્ત દિવાળી અભિયાનની જાહેરાતમાં અભિનેત્રી દિયા મિર્ઝાનો પ્રોમોશનલ વીડિયો સામેલ થતાં વિવાદ ઊભો થયો છે. ભાજપના નેતાઓના વાંધા બાદ રવિવારે BMCએ પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી દિયાનો વીડિયો હટાવી લીધો, જ્યારે અન્ય સેલિબ્રિટીઓના વીડિયો યથાવત્ રાખવામાં આવ્યા.

અભિયાન અને સામેલ હસ્તીઓ BMC દ્વારા આયોજિત આ અભિયાન વાયુ અને ધ્વનિ પ્રદૂષણ અંગે જનજાગૃતિ ફેલાવવા માટે હતું. બોમ્બે હાઈકોર્ટના નિર્દેશોને ધ્યાનમાં રાખતા જનતાને જાહેરમાં ફટાકડા ન ફોડવા માટે અને ઇકો-ફ્રેન્ડલી દિવાળી ઉજવવાની અપીલ કરવામાં આવી હતી.

ભાજપનો વિરોધ

આ સંદેશા પ્રસારિત કરવા માટે દિયા મિર્ઝા સાથે સાથે માધુરી દીક્ષિત, નિશિગંધા વાડ અને ક્રિકેટર અજિંક્ય રહાણેના પણ વીડિયો બનાવીને સત્તાવાર ચેનલ્સ પર અપલોડ કરવામાં આવ્યા હતા. ભાજપનો વિરોધ અને BMCનો નિર્ણય અભિયાનના પ્રસાર પછી મુંબઈ ભાજપના અધ્યક્ષ અમીત સાતમે ‘X’ પર પોસ્ટ કરીને દિયા મિર્ઝાના સમાવેશ સામે વાંધો ઉઠાવ્યો અને લખ્યું: ‘દિયા મિર્ઝા @deespeak પાસેથી આપણે દિવાળી કેવી રીતે ઉજવવી તે શીખવાની કોઈ જરૂર નથી, આપણી પરંપરાઓ આપણી સંસ્કૃતિમાં સારી રીતે વણાયેલી છે.’

ત્યાં બાદ રાજકીય દબાણ વધતા BMCના કમિશનર અશ્વિની ભીડેએ રવિવારે તંત્રના સત્તાવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી દિયા મિર્ઝાનો પ્રોમોશનલ વીડિયો હટાવી દીધો. અન્ય હસ્તીઓના વીડિયો હટવાયા ન હતા.

રાજકીય પ્રતિક્રિયાઓ

રાજકીય નેતાઓની પ્રતિક્રિયાઓ વિડીયો હટાવ્યા બાદ મામલો રાજકીય રીતે ગરમાયો. મુંબઈના મેયર ઋતુ તાવડેએ દિયા મિર્ઝા પર અસરદાર ભાષામાં પ્રહાર કરતાં જણાવ્યું: ‘દિયા મિર્ઝા હંમેશાં વિભાજનકારી તાકાતોની સાથે રહી છે અને અગાઉ પણ વડાપ્રધાન મોદીને ટીકા કરી ચૂકી છે. તે હિંદુ વિરોધી છે.’

શિવસેના (UBT) ના પ્રવક્તા કિશોરી પેડણેકરે પૂછ્યું: ‘શું BMC ભાજપના નેતાઓની ગુલામ બની ગઈ છે?’ મનસે (MNS) નેતાઓએ પણ BMCની આ નીતિની ટીકા કરી. મંત્રી નિતિશ રાણેએ દિયા મિર્ઝા પર અન્ય ધર્મોના તહેવારોને લઈને મૌન રહેવાનો આરોપ લગાવ્યો, જ્યારે કેન્દ્રિય મંત્રી રામદાસ આઠવલેએ મુદ્દાને કોઈ ચોક્કસ સમુદાય સાથે ન જોડવાની અપીલ કરી.

દિયા મિર્ઝાનું નિવેદન સીધી પ્રતિક્રિયાની જગ્યાએ દિયા મિર્ઝાએ જણાવ્યું કે, ‘આ વીડિયો હાઇકોર્ટ અને BMC દ્વારા જનહિતમાં શૂટ કરાવાયો હતો. આપણે પ્રદૂષણ ઘટાડવાના દરેક પ્રયાસને આવકારવો જોઈએ કારણ કે તે જાહેર આરોગ્ય સાથે જોડાયેલો ગંભીર મુદ્દો છે.’ દિયાએ વધુમાં કહ્યું: ‘આ અભિયાન માટે મેં કોઈ ફી લીધી નથી.’