અમદાવાદ: નિકોલ હિટ એન્ડ રન કેસમાં મોટો ખુલાસો — કારમાં વિરલ ચૌધરી સાથે મિત્ર સાગર પણ હતો

નિકોલ હિટ એન્ડ રન કેસમાં મોટો ખુલાસો

અમદાવાદના નિકોલ વિસ્તારમાં થયેલા હિટ એન્ડ રન કેસમાં પોલીસ તપાસમાં મોટું ખુલાસો થયો છે. ફૂટપાથ પર માતા-પુત્રને કચડી મારનાર ડ્રાઇવર વિરલ ચૌધરી સાથે કારમાં તેનો મિત્ર સાગર પણ સવાર હતો. ઘટનાની વિગત પોલીસની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે, વિરલ અને સાગર પહેલા સાગરના ઘરે મળી બિયર પિધા હતા અને ત્યારબાદ જમવા માટે બહાર નીકળ્યા હતા.

રસ્તામાં ગાડી ચલાવતી વખતે બનતી સ્થિતિમાં વિરલે એક હાથથી સ્ટીયરિંગ પકડી રાખી અને બીજાં હાથથી બિયરનું કેન ખોલીને પીવાનું શરૂ કર્યું. એ દરમિયાન કાર પરથી કાબૂ ચૂકી ગયો અને ફૂટપાથ પર ઉભા માતા-પુત્રને કચડી નાખ્યા. અકસ્માત થયા પછી ભીડનો લાભ લઈને સાગર કારમાંથી ઉતરીને ત્યાંથી ફરાર થઈ ગયો.

સ્થાનિક લોકોને યુવક (વિરલ)ને પકડીને પોલીસે હવાલે કર્યો હતો. પોલીસ તપાસમાં સાગરનું નામ બહાર આવતા કેસમાં નવો વળાંક આવ્યો છે. પોલીસે જણાવ્યું છે કે સાગર સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ સહ-આરોપી તરીકે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરાઈ છે.

પોલીસ અનુસાર અકસ્માત સમયે સાગર ફોર્ચ્યૂનર કારની અંદર જ બેઠો હતો, તેથી તેને મુખ્ય પ્રત્યક્ષદર્શી સાક્ષી તરીકે ગણાવી આઈ-ડિવિઝન ટ્રાફિક પોલીસ તેનું નિવેદન નોંધશે. પોલીસનો કહેવા મુજબ સાગરની જુબાની કોર્ટમાં એ વાત સાબિત કરવામાં મદદરૂપ થશે કે અકસ્માત સમયે વિરલ જ ગાડી ચલાવી રહ્યો હતો અને તે તંદુરસ્તીનાં મુદ્દે નશામાં હતો.