જામનગરમાં સફાઈ કર્મચારીઓના પ્રશ્ન ઉકેલવાની માંગ
જામનગરમાં રાષ્ટ્રીય સફાઈ કર્મચારી મજૂર યુનિયન દ્વારા શરૂ કરાયેલ આમરણાંત ઉપવાસ આંદોલન છઠ્ઠા દિવસે પણ યથાવત રહ્યું. યુનિયનના શહેર પ્રમુખ મહેષ બાબરીયા અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અમિત પરમાર સહિતના હોદ્દેદારો દ્વારા મ્યુનિ. કમિશનર દીપેશ કેડિયા અને અન્ય પદાધિકારીઓને આવેદનપત્ર પાઠવવામાં આવ્યો અને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી.
આમરણાંત ઉપવાસ અને બેઠક યુનિયનમાં જણાવ્યુ છે કે આમરણાંત ઉપવાસ આંદોલન છઠ્ઠા દિવસે પણ ચાલુ રહ્યું અને હોદ્દેદારોએ મ્યુનિ. કમિશનરને મળીને લેખિત આવેદનપત્ર આપ્યો હતો. આવેદનમાં સફાઈ કર્મચારીઓની હાલની સ્થિતિ અંગે તાત્કાલિક પગલાં લેવા અને ફરિયાદોનો નિરાકરણ કરવાની માંગ કરવામાં આવી છે.
આવેદનપત્રમાં ઉલ્લેખિત મુખ્ય માગો જામનગર શહેરની કુલ 1896 બીટ સામે હાલમાં ફરજીયાત કાર્ય પર રહેલા સફાઈ કર્મચારીઓનું મહેકમ માત્ર 1334 નું હોવાનું ઉલ્લેખ કરીને સ્ટાફ વધારવાની માંગ કરવામાં આવી છે. વોર્ડ નં. 8માં વીજ ટ્રાન્સફોર્મરના પાંજરામાં જોખમી રીતે સફાઈ કરાવવાનાં મુદ્દે સામે તપાસ અને કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. વોર્ડ નં. 9માં કથિત રીતે ખોટા પગલાં લેનારા એસએસઆઈ સામે કાર્યવાહી કરવાની માગ.
સફાઈલ કર્મચારીઓ પર મુકાદમાઓ દ્વારા કરવામાં આવતી કથિત હેરાનગતિ અટકાવવા અને આ બાબતમાં યોગ્ય કાર્યવાહી કરવાની માંગ. સફાઈ વિભાગમાં ખાલી પડેલી 87 જગ્યા તાત્કાલિક ભરવાની પણ માંગ આવેદનમાં સામેલ કરવામાં આવી છે. હડતાળની ચીમકી અને આગલા પગલાં યુનિયનના હોદ્દેદારો દ્વારા ચીમકી આપવામાં આવી છે કે જો તંત્ર દ્વારા સફાઈ કર્મચારીઓના મુદ્દાઓ પર યોગ્ય અને તાત્કાલિક કાર્યવાહી નહીં કરવામાં આવે તો આગામી તા. 2 ઓક્ટોબરે, ગાંધી જયંતિના દિવસે શહેરના સફાઈ કર્મચારીઓ સફાઈ કામગીરીથી અળગા રહી શકે છે. જો તે પછી પણ માંગણીઓ પૂરી ન થાય તો સંપૂર્ણ હડતાળ શરૂ કરવાની પણ ચીમકી અપાઈ છે.
આ દરમિયાન યુનિયનના હોદ્દેદારોનું આમરણાંત ઉપવાસ આંદોલન ચાલુ રાખવામાં આવી રહ્યું છે અને અરજીઓનો નિકાલ કરવાની માગ કરી છે.