ઈઝરાયલમાં સત્તા પરિવર્તનના એંધાણ
ઈઝરાયલમાં ચાલી રહેલી રાજકીય અનિશ્ચિતતા વચ્ચે નવી સરકાર રચવાનો માર્ગ સાફ થતો દેખાઈ રહ્યો છે. વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુના મુખ્ય વિરોધી ગાદી આઈસેનકોટને જોઈન્ટ લિસ્ટની 11 બેઠકો અને રાઆમ પાર્ટીની 8 બેઠકોનું સમર્થન મળી ગયા છે. આથી હવે તેઓ સંસદમાં કુલ 67 બેઠકો સાથે મજબૂત સંખ્યાબળ ધરાવે છે, જેના કારણે નેતન્યાહુને સત્તામાંથી દૂર રાખવાના પ્રયાસો વધુ પ્રભાવશાળી બન્યા છે.
સંસદમાં સંખ્યાબળ અને સરકાર બનાવવાનો ગણિત ઈઝરાયલની 120 સભ્યોવાળી સંસદમાં સરકાર બનાવવા માટે 61 બેઠકોનો બહુમતી આંકડો જરૂરી છે. ગાદી આઈસેનકોટના નેતૃત્વવાળા મુખ્ય ગઠબંધન પાસે મૂળરૂપે 48 બેઠકો હતી. જોjoint લિસ્ટની 11 અને રાઆમની 8 બેઠકોનું સમર્થન જોડાય તો તે સંખ્યાબળ વધીને 67 થાય છે, જે આઇસેનકોટને સરકાર રચવાની દિશામાં શક્તિશાળી સ્થિતિ આપે છે.
અરબ પક્ષોનું સમર્થન અને નિવેદન જોઈન્ટ લિસ્ટે જાહેર કર્યું છે કે તે રાષ્ટ્રપતિ ઇસાક હર્ઝોગ સમક્ષ ગાદી આઈસેનકોટનું નામ દેશના આગામી વડાપ્રધાન તરીકે ભલામણ કરશે. રાઆમ પાર્ટીએ પણ ખુલ્લા રીતે આઈસેનકોટને સમર્થન આપ્યું છે. ટાઈમ્સ ઓફ ઈઝરાયલના અહેવાલ અનુસાર, 8 બેઠકો ધરાવતી રાઆમના નેતા મન્સૂર અબ્બાસે જણાવ્યું છે કે તેમની પાર્ટી ગાદી આઈસેનકોટના નામને સમર્થન આપશે અને રાઆમ હમાસના સંપૂર્ણ નિઃશસ્ત્રીકરણને સમર્થન આપે છે, જે આઈસેનકોટની ગઠબંધન શરતોમાં મુખ્ય મુદ્દો હતો.
અબ્બાસે વધુમાં કહ્યું છે કે અરબ સમાજ અને નાગરિકો શાંતિના સેતુ સમાન છે અને તેમને આતંકવાદના સમર્થક અથવા દેશદ્રોહી તરીકે જોવા ન જોઈએ. જોઇન્ટ લિસ્ટનો નિર્ણય અને આગામી પગલાં જોઈન્ટ લિસ્ટના ત્રણેય ઘટક દળોએ સંયુક્ત બેઠક બાદ જણાવ્યું હતું કે આ નિર્ણય નેતન્યાહુ અને તેમની સરકારને ફરી સત્તામાં પાછા આવતાં રોકવા માટે લેવામાં આવ્યો છે. તેમના જણાવ્યા પ્રમાણે આ પગલાં ઇઝરાયલમાં નેતૃત્વ બદલાવની શક્યતા મજબૂત કરશે.
જોઈન્ટ લિસ્ટનું પ્રતિનિધિમંડળ ટૂંક સમયમાં રાષ્ટ્રપતિ ઇસાક હર્ઝોગ સાથે મુલાકાત કરી આ બાબતમાં સત્તાવાર ભલામણ પત્ર સોંપશે, એવી સૂચના આપવામાં આવી છે.