દિવાળી-છઠ પૂજા પર બિહારજનારા મુસાફરોને મોટી રાહત, પશ્ચિમ રેલવે અમદાવાદ-ઝંઝારપુર વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવશે

પશ્ચિમ રેલવે સ્પેશિયલ ટ્રેન

પશ્ચિમ રેલવે દિવાળી અને છઠ પૂજાના તહેવારો દરમિયાન મુસાફરોની ભીડ ઘટાડવા માટે અમદાવાદ અને બિહારના ઝંઝારપુર વચ્ચે 09437/09438 નંબરની સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લીધો છે. આ ટ્રેન સંપૂર્ણપણે અનરિઝર્વ્ડ (જનરલ) ક્લાસમાં રહેશે અને કુલ 4 ફેરા દોડાવશે.

રેલવેના જણાવ્યા પ્રમાણે આ પગલાં હજારો પ્રવાસીઓને સીધી રાહત આપશે. ટ્રેનનો પ્રકાર અને લાભ પશ્ચિમ રેલવેની આ ટ્રેન વિશેષ ભાડા સાથે સાપ્તાહિક રીતે ચલાવાશે. અનરિઝર્વ્ડ સીટો હોવાને કારણે કન્ફર્મ ટિકિટ વિના મુસાફરી કરવા માંગતા મુસાફરોને લાભ મળશે—આ તો રેલવેની જાહેરાત પ્રમાણે છે.

ટ્રેનના સમયપત્રક

સમયપત્રક અને ફેરાની વિગત અમદાવાદ → ઝંઝારપુર (09437): 6 અને 13 નવેમ્બર (શુક્રવાર) ના રોજ અમદાવાદથી રાત્રે 23:55 રવાના થશે અને રવિવારે બપોરે 15:00 માં ઝંઝારપુર પહોંચશે. ઝંઝારપુર → અમદાવાદ (09438): 8 અને 15 નવેમ્બર (રવિવાર) ના રોજ ઝંઝારપુરથી સાંજે 17:00 ઉપડશે અને મંગળવારે સવારે 09:30 માં અમદાવાદ પરત આવશે.

મુખ્ય સ્ટેશનો પર સ્ટોપેજ બંને દિશાઓમાં આ ટ્રેન નીચેના મુખ્ય સ્ટેશનો પર ઊભી રહેશે: આણંદ, છાયાપુરી, ગોધરા, દાહોદ, રતલામ, નાગદા, ઉજ્જૈન, સિહોર, સંત હિરદારામ નગર, વિદિશા, બીના, દમોહ, કટની, મુડવરા, સતના, માણિકપુર, પ્રયાગરાજ, છિવકી, પંડિત દીનદયાળ ઉપાધ્યાય જંકશન, બક્સર, આરા, દાનાપુર, પાટલીપુત્ર, સોનપુર, હાજીપુર, મુઝફ્ફરપુર, સમસ્તીપુર, દરભંગા, સકરી.