રાજ્યના સરકારી કર્મચારીઓ માટે રાહતભર્યો નિર્ણય, દિવાળી-બેસતા વર્ષ વચ્ચે આવતા પડતર દિવસમાં જાહેર રજા રહેશે | Gujarat Samachar

રાજ્યના સરકારી કર્મચારીઓ માટે દિવાળી રજા

ગાંધીનગર — રાજ્ય સરકારે દિવાળી-2026ને ધ્યાનમાં રાખીને સરકારી કર્મચારીઓને રાહત પૂરાં પાડતા મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. સામાન્ય વહીવટ વિભાગના પરિપત્ર અનુસાર 08 નવેમ્બર 2026થી 11 નવેમ્બર 2026 સુધી સરકારી કચેરીઓ બંધ રહેશે.

રજાના દિવસો અને પરિપત્રની વિગત પરિપત્રમાં જણાવાયું છે કે 08 નવેમ્બર 2026 (રવિવાર) દિવાળી, 10 નવેમ્બર 2026 (મંગળવાર) નૂતન વર્ષ અને 11 નવેમ્બર 2026 (બુધવાર) ભાઈબીજ તરીકે પહેલેથી જ જાહેર રજા હતા. વચ્ચે આવતી 09 નવેમ્બર 2026 (સોમવાર)ને પણ હવે સત્તાવાર જાહેર રજા જાહેર કરી દેવામાં આવી છે, જેના કારણે 08થી 11 નવેમ્બર સુધી સળંગ ચાર દિવસની રજા મળશે.

કયા કચેરીઓ પર લાગુ પડશે અને શરત પરિપત્ર મુજબ આ રજા તમામ સરકારી કચેરીઓ, પંચાયત તથા રાજ્ય સરકારના બોર્ડ અને કોર્પોરેશન્સ સહિતની સંસ્થાઓ પર લાગુ પડશે. આ એક દિવસની રજાના બદલામાં આગામી 28 નવેમ્બર 2026ના રોજ ચોથા શનિવારે આ તમામ સરકારી કચેરીઓ ચાલુ રાખવામાં આવશે.

પરિપત્રમાં જણાવાયું છે કે આ વ્યવસ્થા કર્મચારીઓને તેમના વતનમાં પરિવાર સાથે તહેવારની ઉજવણી કરવા સરળતા પુરી પાડવા માટે કરવામાં આવી છે.