સરકારી કર્મચારીઓ માટે રાહત: દિવાળી-નૂતન વર્ષ વચ્ચે 08થી 11 નવેમ્બર 2026 સુધી સળંગ ચાર દિવસની રજા

સરકારી કર્મચારીઓ માટે દિવાળી રજા 2026

ગુજરાત સરકારે દિવાળી 2026 નિમિત્તે રાજ્યના સરકારી કર્મચારીઓ માટે રાહતભર્યો નિર્ણય કર્યો છે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા પરિપત્રમાં જણાવાયું છે કે 08 નવેમ્બર 2026 (રવિવાર) દિવાળી, વચ્ચેનો પડતર દિવસ તરીકે 09 નવેમ્બર 2026 (સોમવાર) અને 10 નવેમ્બર 2026 (મંગળવાર) નૂતન વર્ષ તથા 11 નવેમ્બર 2026 (બુધવાર) ભાઈબીજની રજાઓને જોડીને સળંગ ચાર દિવસની રજા મળશે.

પરિપત્ર અનુસાર રજાઓની વિગત નીચે મુજબ છે:

  • 08 નવેમ્બર 2026 — રવિવાર — દિવાળી
  • 09 નવેમ્બર 2026 — સોમવાર — પડતર દિવસ તરીકે જાહેર રજા
  • 10 નવેમ્બર 2026 — મંગળવાર — નૂતન વર્ષ
  • 11 નવેમ્બર 2026 — બુધવાર — ભાઈબીજ

આ રજા 09 નવેમ્બર 2026 ના દિને રાજ્યની સર્વસામાન્ય સરકારી કચેરીઓ, પંચાયત તેમજ રાજ્ય સરકારના બોર્ડ અને કોર્પોરેશનો સહિતની સંસ્થાઓ માટે માન્ય રહેશે. સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ પોતાના વતનમાં પરિવાર સાથે તહેવારની ઉજવણી કરી શકે એ હેતુસર આ દિવસ રજા જાહેર કરવામાં આવ્યો છે.

આ એક દિવસની રજાના બદલામાં ઉપરોક્ત તમામ સરકારી કચેરીઓને આગામી 28 નવેમ્બર 2026 (ચોથા શનિવાર) ના રોજ ખુલ્લા રાખવામાં આવશે.