ધનતેરસે કઈ રાશિના જાતકે શી ખરીદી કરવી?
દિવાળી અને ધનતેરસનો ઉત્સાહ દેશભરમાં વ્યાપી ગયો છે. લોકો ખુલ્લા મનથી અનેરી ખુશી અને સંતોષની લાગણી અનુભવી રહ્યા છે અને અનેક પ્રકારની ખરીદી કરી રહ્યા છે. ધનતેરસના દિવસે શું ખરીદવું કે શું ન કરવું તે વિશે ઘણા લોકોમાં ચર્ચા રહે છે. નીચે બાર રાશિઓ અનુસાર ધનતેરસની પ્રસંગે કઈ વસ્તુ ખરીદી કરવી તે વિશે માર્ગદર્શન આપવામાં આવે છે.
મેષ
મેષ રાશિના જાતકો માટે ધનતેરસે સોના કે ચાંદીની જ્વેલરી ખરીદવાનું શુભ માનવામાં આવે છે. આ ઉપરાંત પ્રોપર્ટીમાં રોકાણ કરવાની સલાહ પણ આપવામાં આવી છે, જેના ફાયદા મળવાની સંભાવના છે.
વૃષભ
વૃષભ રાશિના જાતકો માટે સોનું, ચાંદી અથવા હીરાના આભૂષણો ખરીદવા શુભ છે. જો વાહન ખરીદવાનો વિચારી રહ્યા હોય તો ધનતેરસનો દિવસ ખાસ શુભ રહેશે.
મિથુન
મિથુન રાશિના જાતકો માટે સોના અને ચાંદીની વસ્તુઓ ખરીદવી શુભ રહે છે. ઈલેક્ટ્રોનિક આઈટમ્સની ખરીદી પણ દિવાળી અને ધનતેરસ બંને સમયે ફળદાયી ગણાય છે.
કર્ક
કર્ક રાશિના જાતકો માટે ચાંદીની ખરીદી ખૂબ જ લાભદાયક સાબિત થશે. એ ઉપરાંત શેર માર્કેટમાં રોકાણ કરવું પણ તમારા માટે શુભ ગણાયું છે.
સિંહ
સૂર્યના સ્વામિત્વ ધરાવતી સિંહ રાશિના જાતકો માટે સોના અથવા ચાંદીના દાગીના અથવા અન્ય ચીજવસ્તુઓ ખરીદવી શુભ રહેશે. ભલે દાગિના નાના હોય, ખરીદી કરવી લાભદાયી રહેશે.
કન્યા
કન્યા રાશિના જાતકો માટે સોના અને ચાંદીના દાગીના ખરીદવા ખૂબ જ ફળદાયી રહેશે. શુભ પરિણામ માટે ઇલેક્ટ્રોનિક્સ આઈટમ્સની ખરીદી કરવાં પણ કહેવામાં આવ્યું છે.
તુલા
તુલા રાશિના જાતકો માટે શુભ ફળ પ્રાપ્ત કરવા સોનું, સ્ટીલ અથવા પ્લેટિનિયમની વસ્તુઓ ખરીદવાની સલાહ છે. સાથે સાથે શેર બજારમાં રોકાણ કરવું પણ લાભદાયક સાબિત થઈ શકે છે.
વૃશ્ચિક
વૃશ્ચિક રાશિના જાતકો માટે સ્ટીલ અથવા લોખંડની વસ્તુઓ ખરીદવી યોગ્ય રહેશે. ઈચ્છા હોય તો બીજી દિવસે સોના-ચાંદીના દાગીના પણ ખરીદી શકાય અને પ્રોપર્ટીમાં રોકાણ કરવું ફળદાયી રહેશે તેવી સંભાવના દર્શાવવામાં આવી છે.
ધનુ
ધનુ રાશિના જાતકો માટે (ગુરુના સ્વામિત્વ ધરાવતી) ચાંદી અથવા સોનાની વસ્તુઓ ખરીદવી લાભકારક રહેશે. જો જમીન કે પ્લોટ ખરીદવાનો વિચાર હોય તો તે ધનતેરસે કરવી લાભદાયક ગણાઈ છે.
મકર
મકર રાશિના જાતકો માટે સોના અથવા ચાંદીના દાગીના ખરીદવા કહેવાયું છે. ઈલેક્ટ્રોનિક્સ આઈટમ્સની ખરીદી પણ શુભ ગણાય છે.
કુંભ
કુંભ રાશિના જાતકો ચાંદી અને પિત્તળની કોઈપણ ચીજવસ્તુ ખરીદી શકે છે. ઉપરાંત શેરબજારમાં રોકાણ કરવું પણ લાભદાયક સાબિત થઈ શકે છે.
મીન
મીન રાશિના જાતકો માટે સોના અથવા ચાંદીના ઘરેણાં ખરીદી શકાય છે. પ્લેટિનિયમની ખરીદી પણ શુભ ગણવામાં આવી છે.