બાંદ્રા, પ્રતાપનગર અને અમદાવાદથી બિહાર માટે ત્રણ વન-વે સ્પેશિયલ ટ્રેનો દોડાવાશે

બિહાર માટે વન-વે સ્પેશિયલ ટ્રેનો

પશ્ચિમ રેલવે તહેવારો અને લગ્નની સિઝનમાં વધતી ભીડને ધ્યાનમાં રાખીને 15 અને 16 નવેમ્બરના રોજ બિહાર અને ઉત્તરપ્રદેશ તરફ ત્રણ વન-વે સ્પેશિયલ ટ્રેનો દોડાવશે. બાંદ્રા ટર્મિનસથી ગોરખપુર, પ્રતાપનગરથી રક્સૌલ અને અમદાવાદથી મધુબની વચ્ચે દરેક ટ્રેનનો એક-એક ફેરો રહેશે.

ટ્રેનોમાં સ્લીપર અને જનરલ ક્લાસના કોચ રહેશે અને ટિકિટ બુકિંગ શરૂ થઇ ગયું છે. પશ્ચિમ રેલવેનો કાર્યક્રમ અને જાહેરનામું પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારીએ આપેલ માહિતી મુજબ, આ ત્રણેય ટ્રેનો વિશેષ ભાડા પર દોડાવવામાં આવશે અને બુકિંગ તમામ પીઆરએસ કાઉન્ટરો તેમજ IRCTCની વેબસાઇટ પર ઉપલબ્ધ છે.

ટ્રેનોની વિગતો

ટ્રેન 09113 — બાંદ્રા ટર્મિનસ-ગોરખપુર સ્પેશિયલ ટ્રેન નંબર 09113 (બાંદ્રા ટર્મિનસ-ગોરખપુર સ્પેશિયલ) 15 નવેમ્બરની સવારે 4:30 વાગ્યે બાંદ્રા ટર્મિનસથી ઉપડશે અને બીજા દિવસે સાંજે 7:30 વાગ્યે ગોરખપુર પહોંચશે. ટ્રેન નીચેના સ્ટેશનો પર રોકાશે: બોરીવલી, વાપી, સુરત, વડોદરા, રતલામ, નાગદા, કોટા, સવાઈ માધોપુર, બયાના, ઈદગાહ, આગ્રા, કાનપુર સેન્ટ્રલ, ઐશબાગ જંક્શન, બારાબંકી, ગોંડા, બસ્તી.

ટ્રેન 09133 — પ્રતાપનગર-રક્સૌલ સ્પેશિયલ ટ્રેન નંબર 09133 (પ્રતાપનગર-રક્સૌલ સ્પેશિયલ) 16 નવેમ્બરની રાત્રે 11:50 વાગ્યે પ્રતાપનગરથી ઉપડી અને 18 નવેમ્બરના સવારે 6:30 વાગ્યે રક્સૌલ પહોંચશે. ટ્રેન નીચેના સ્ટેશનો પર ઉભી રહેશે: વડોદરા, ગોધરા, દાહોદ, રતલામ, નાગદા, ઉજ્જૈન, મક્સી, સંત હિરદારામ નગર, બીના, વીરાંગના, લક્ષ્મીબાઈ, ઝાંસી જંક્શન, કાનપુર સેન્ટ્રલ, લખનઉ, બારાબંકી, ગોંડા, બસ્તી, ખલીલાબાદ, ગોરખપુર, કપ્તાનગંજ, સિસવા બજાર, બગહા, નરકટિયાગંજ.

ટ્રેન 09431 — અમદાવાદ-મધુબની સ્પેશિયલ ટ્રેન નંબર 09431 (અમદાવાદ-મધુબની સ્પેશિયલ) 15 નવેમ્બની સવારે 10:10 વાગ્યે અમદાવાદથી ઉપડી અને 17 નવેમ્બની રાત્રે 1:40 વાગ્યે મધુબની પહોંચશે. ટ્રેન નીચેના સ્ટેશનો પર રોકાશે: આણંદ, છાયાપુરી, ગોધરા, દાહોદ, રતલામ, ઉજ્જૈન, સીહોર, સંત હિરદારામ નગર, વિદિશા, બીના, દમોહ, કટની, મુડવારા, સતના, માનિકપુર, પ્રયાગરાજ, છિવકી, પંડિત દીનદયાળ ઉપાધ્યાય જંક્શન, બક્સર, આરા, દાનાપુર, પાટલિપુત્ર, સોનપુર, હાજીપુર, મુઝફ્ફરપુર, સમસ્તીપુર, દરભંગા, સકરી.

ટિકિટ બુકિંગ અને કોચ સુવિધા ત્રણે વન-વે સ્પેશિયલ ટ્રેનોમાં સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસના કોચ રહેશે. ટ્રેનો વિશેષ ભાડા પર દોડશે અને ટિકિટ બુકિંગ તમામ પીઆરએસ કાઉન્ટરો તથા IRCTCની વેબસાઇટ પર શરૂ થઇ ગયું છે.