ભાવનગરની સેન્ટ મેરી સ્કૂલમાં લવ લેટર વિવાદ; 5 સગીરો સામે પોલીસ ફરિયાદ

ભાવનગરમાં સેન્ટ મેરી સ્કૂલમાં લવ લેટર વિવાદ

ભાવનગરમાં સેન્ટ મેરિઝ ઇંગ્લિશ મીડિયા સ્કૂલની એક વિદ્યાર્થીનીના નામે નકલી પ્રેમપત્ર ફેલ થતા વિવાદ ઊભો થયો છે. પીડિત વિદ્યાર્થીનીના વાલીએ ઘોઘારોડ પોલીસ મથકમાં પાંચ સગીર વિદ્યાર્થીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં આ પત્ર શાળાના કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા ફેલાવવામાં આવ્યો હોવાનું અને શાળાએ પણ તપાસ માટે કમિટી ગોઠવી છે.

પોલીસએ બીએનએસ એક્ટ 75(3) અને પોક્સો એક્ટ 12 હેઠળ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. ઘટનાક્રમ અને વાલીની ફરિયાદ શિવાજી સર્કલ નજીક સ્થિત સેન્ટ મેરિઝ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીના નામે અચાનક લવ લેટર ફરતા તેના વાલીએ ઘોઘારોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

વાલાના દાવો પ્રમાણે પત્રમાં આપવામાં આવેલા હસ્તાક્ષર અને લખાણ તેમની દીકરીના અક્ષરો સાથે મેળ ખાતા નથી અને જે સગીરો પત્ર ફેલાવ્યું તે વિદ્યાર્થીનીને ઓળખતા પણ ન હતા. આ પત્રના આધારે શાળાના અન્ય વિદ્યાર્થીઓ દ્વારા તેની મજાક ઉડાડાતા તેને માનસિક ત્રાસ થયો હોવાનું વાલીનું કહેવું છે.

વાલીએ શાળામાં નોકરી કરતી એક શિક્ષિકાના પુત્ર સહિત પાંચ સગીર વિદ્યાર્થીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. શાળા અને પોલીસની કાર્યવાહી શાળાના પ્રતિનિધીએ જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે લવ લેટર ટયુશન ક્લાસમાંથી અલગ‑અલગ વિદ્યાર્થીઓ મારફતે શાળા સુધી આવ્યો હતો.

ઘટનાની ગંભીરતા જોઈ શાળાએ ખાસ તપાસ કમિટી ગોઠવી છે અને કમિટીના રિપોર્ટના આધારે શાળા કક્ષાએ લાગતી કાર્યવાહી કરવામાં આવશે તેવું મેનેજમેન્ટનો બુધવારમાં જણાવાયું છે. આ મામલે ઘોઘારોડ પોલીસ મથકે વાલીની ફરિયાદના અનુસંધાને બીએનએસ એક્ટ 75(3) અને પોક્સો એક્ટ 12 હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરવામાં આવી છે.