બેંગલુરુના કેમ્પેગૌડા એરપોર્ટ પર ઈન્ડિગોનું Airbus A321 જહાજ ‘ટેલ સ્ટ્રાઈક’નો શિકાર બન્યું; તમામ મુસાફરો અને ક્રૂ સુરક્ષિત

બેંગલુરુના કેમ્પેગૌડા એરપોર્ટ પર ટેલ સ્ટ્રાઈક

રવિવારે બેંગલુરુના કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ગુવાહાટીથી આવી રહેલી ઈન્ડિગોની ફ્લાઇટ 6E 6542 લેન્ડિંગના પ્રયાસ દરમિયાન વિમાનના પાછળના ભાગનો રનવે સાથે અથડાતા ‘ટેલ સ્ટ્રાઈક’ થયો હતો. પાયલ્ટે તરત લેન્ડિંગ રદ કરી ગો-અરાઉન્ડ કરીને બીજાં પ્રયાસમાં વિમાનને સુરક્ષિત રીતે રનવે પર ઉતાર્યું. ઘટનામાં તમામ મુસાફરો અને ક્રૂ સભ્યો સંપૂર્ણપણે સુરક્ષિત રહ્યા.

ઘટનાક્રમ અને ટેકનિકલ પરિસ્થિતિ મળતી માહિતી મુજબ, Airbus A321 લેન્ડિંગની કોશિશ દરમિયાન પ્રતિકૂળ પવનના કારણે વિમાનનો પાછળનો ભાગ રનવેને અડી ગયો. પાયલ્ટોએ વિમાનનું સંતુલન જાળવી લેન્ડિંગ રદ કરી ગો-અરાઉન્ડ કર્યું અને બીજા પ્રયાસથી જહાજને સલામત રીતે લેન્ડ કરાયું.

ઈન્ડિગોના નિવેદન અને મુસાફરોની હાલત ઈન્ડિગોના પ્રવક્તાએ જણાવ્યું કે કડક પવનના કારણે લેન્ડિંગ દરમ્યાન રનવે સાથે “અસામાન્ય સંપર્ક” થયો હતો. કંપનીના જણાવ્યા પ્રમાણે વિમાનમાં સવાર તમામ મુસાફરો અને ક્રૂ સભ્યો સલામત રહ્યા અને તેમને સામાન્ય રીતે વિમાનમાંથી ઉતારી લેવામાં આવ્યા હતા. ઘટનાની જાણ તરત જ સંબંધિત અધિકારીઓને કરવામાં આવી હતી.

DGCAની તપાસ

DGCA તપાસ અને ટેકનિકલ પ્રક્રિયા નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA)એ ઘટના નોંધારી અને તપાસ શરૂ કરી છે. SOP મુજબ વિમાનને સ્થગિત કરીને ટેક્નિકલ તપાસ માટે મોકલવામાં આવ્યું છે. એરલાઈન્સના એન્જિનિયર્સ વિમાનના મેન્ટેનન્સ અને અન્ય ટેક્નિકલ પાસાંની વિગતવાર તપાસ કરી રહ્યા છે અને જરૂરી ટેક્નિકલ મંજૂરી મળ્યા બાદ જ વિમાનને ફરી સેવા માટે મુકવામાં આવશે. DGCAએ તાજેતરના દિવસોમાં સામે આવેલી ટેલ સ્ટ્રાઈકની ઘટનાઓને લઈને ઈન્ડિગો સાથે પણ વાત કરી છે.