સુરક્ષાકવચ એન્ટિ ઓક્સિડન્ટ્સ

એન્ટિ ઓક્સિડન્ટ્સ શું છે?

એન્ટિ-ઓક્સિડન્ટ્સ એવા તત્વો છે જે શરીરના કોષોને ફ્રી-રેડિકલ્સ (મુક્ત કણો)થી થતા નુકસાનથી રક્ષણ આપે છે. ફ્રી-રેડિકલ્સ આપણા શરીરના ચયાપચયની પ્રક્રિયામાં ઉત્પન્ન થતા અસ્થિર અણુઓ છે અને જ્યારે એન્ટિ-ઓક્સિડન્ટ્સ અને ફ્રી-રેડિકલ્સ વચ્ચેનું સંતુલન ખોરવાય ત્યારે ઓક્સિડેટિવ સ્ટ્રેસ ઊભો થાય છે.

ફ્રી-રેડિકલ્સ શું છે અને તે કેવી રીતે નુકસાન કરે છે

ફ્રી-રેડિકલ્સ એવા અણુઓ છે જે સ્થિર થવા માટે અન્ય અણુઓમાંથી ઇલેક્ટ્રોન મેળવવાનો પ્રયત્ન કરે છે. આ પ્રક્રિયામાં એ અણુઓ બીજા કોષોને નુકસાન પહોંચાડી શકે છે — ખાસ કરીને કોષોની રચના, કોલેજન, ચરબી અને પ્રોટીનને આઘાત પહોંચે છે. સામાન્ય રીતે શરીરના આંતરિક એન્ટિ-ઓક્સિડન્ટ્સ આ અસરને નિયંત્રિત કરે છે; પણ સંતુલન ખોરવાય ત્યારે ઓક્સિડેટિવ સ્ટ્રેસ સર્જાય છે.

ઓક્સિડેટિવ સ્ટ્રેસનાં લક્ષણો

ઓક્સિડેટિવ સ્ટ્રેસનાં લક્ષણો ત્વચાનો રૂક્ષપણો અને અકાળે વાળ સફેદ થવા જેવા લક્ષણો, વૃદ્ધત્વની પ્રક્રિયામાં ઝડપ અને ઊંઘમાં ઘટાડો, સ્નાયુઓની ક્ષમતા ઘટવી, અને ખૂબ થાક લાગવો, સાંધામાં સોજો અને શરીરની લવચિકતા ઘટવી, વારંવાર ઈન્ફેક્શન અને દૃષ્ટિ નબળી પડવી, વિચારવાની ક્ષમતા ઘટવી, એકાગ્રતામાં અભાવ, મૂડ સ્વીંગ્સ અને ચીડિયાપણું સામાન્ય રીતે જોવા મળે છે.

લાંબા ગાળાના જોખમો

જ્યારે ઓક્સિડેટિવ સ્ટ્રેસ લાંબા સમય સુધી રહે છે ત્યારે તે અનેક ગંભીર દર્દીઓ સાથે જોડાયેલી સમસ્યાઓનું કારણ બની શકે છે, જેમાં રક્તચાપની સમસ્યાઓ, હૃદય સંબંધિત સમસ્યાઓ, શ્વસન તંત્રની તકલીફો, કિડની અને લીવરની સમસ્યાઓ, ઈન્સ્યુલિન રેસિસ્ટન્સ અને ટાઇપ-૨ ડાયાબીટીસ, પાર્કિન્સન્સ અને અલ્ઝાઈમર જેવા રોગોનો સમાવેશ થાય છે. કોષોના ઘસાવળવાથી કેન્સરનો જોખમ પણ વધે છે.

ફ્રી-રેડિકલ્સ વધારવાના મુખ્ય કારણો

હવાની પ્રદૂષણ, ધૂમ્રપાન અને તમાકુનું સેવન, સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણો સાથે અતિસંપર્ક, કૃત્રિમ રંગ-રસાયણયુક્ત અને અસંતુલિત આહાર, બિનઆરોગ્યકારક જીવનશૈલી.

પ્રમુખ એન્ટિ-ઓક્સિડન્ટ્સ અને તેમના સ્રોતો

ઓક્સિડેટિવ સ્ટ્રેસ ઘટાડવા માટે વિવિધ પ્રકારનાં એન્ટિ-ઓક્સિડન્ટ્સ વિવિધ ફળો, શાકભાજી અને સૂકા જોવાહારમાંથી મળે છે. એક જ પ્રકારના ખોરાકથી બધા પ્રકારના એન્ટિ-ઓક્સિડન્ટ્સ મળી નથી, એટલે વૈવિધ્યસભર આહાર જરૂરી છે.

  • વિટામીન C: રોગપ્રતિકાર શક્તિ વધારવામાં અને કોલેજનની રચનામાં મદદરૂપ. સ્રોત: આમળા, જામફળ, લીંબુ, સંતરા, કેપ્સીકમ.
  • વિટામીન E: કોષોના ફેટ સ્તરને નુકસાનથી બચાવવા મદદરૂપ. સ્રોત: અખરોટ, બદામ, હેઝલનટ, પાઈનનટ જેવા સૂકા મેભા, સૂર્યમુખીના બીજ, મગફળી અને વનસ્પતિ તેલ.
  • બીટા-કેરોટીન: શરીરમાં વિટામીન A માં રૂપાંતરિત થાય છે. સ્રોત: ગાજર, કોળું, શક્કરિયા, લીલા પાંદડાવાળા શાકભાજી.
  • પોલિફેનોલ્સ: લીલી ચા, દ્રાક્ષ, સફરજન, વિવિધ શાકભાજી, ડુંગળી, મસાલા, કઠોળ, ઓલિવ અને ડાર્ક ચોકલેટમાં મળે છે.
  • લાઈકોપીન: શક્તિશાળી કેરોટિનોઈડ; સ્રોત: ટામેટાં, તરબૂચ, પપૈયું, ગુલાબી જામફળ અને લાલ કેપ્સીકમ.

સાવચેતી: બજારમાં મળતી એન્ટિ-ઓક્સિડન્ટ દવાઓનું સ્વમેળે સેવન ન કરવું. આવી દવાઓ લેવા પહેલા ચિકિત્સકની સલાહ લેવી આવશ્યક છે.