અમૂલ દૂધ ભાવવધારો
અમૂલ અને મધર ડેરીએ 6 મહિના દરમિયાન બીજી વખત દૂધના ભાવ વધાર્યા છે. અમૂલએ જાહેર કર્યું છે કે ગોલ્ડ અને તાજા દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. ગોલ્ડ દૂધ માટે પ્રતિ લિટર 4 રૂ. અને તાજા દૂધ માટે પ્રતિ લિટર 2 રૂ.નો વધારો થયો છે. 12 નવેમ્બરથી અમૂલ ગોલ્ડના અડધા લિટર પાઉચની કિંમત 35 ના બદલે 37 રૂપિયા રહેશે અને અમૂલ તાજાના અડધા લિટર પાઉચની કિંમત 29 ના બદલે 30 રૂપિયા થશે.
કુલગામમાં CRPF પર હુમલો
જમ્મુ-કાશ્મીરના કુલગામમાં બાઇક પર સવાર અજાણ્યા હુમલાખોરોએ CRPFના જવાનો પર ફાયરિંગ કર્યું. આ ઘટના બુધવારે બપોરે અખરાન કેમ્પ ખાતે બની હતી. CCTV ફૂટેજમાં દેખાય છે કે હુમલાખોરોએ લગભગ 15 સેકન્ડમાં 30 રાઉન્ડ ફાયરિંગ કર્યું, જેમાં 3 જવાન ઇજાગ્રસ્ત થયા છે.
ઈરાનની અંડરગ્રાઉન્ડ મિસાઇલ સિટી
ઈરાનની ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)એ અંડરગ્રાઉન્ડ મિસાઇલ સિટીના વિડિયો અને તસવીરો જાહેર કર્યા છે. આ દ્રશ્યોમાં બેલિસ્ટિક અને ક્રૂઝ મિસાઇલ તથા તેમને લોન્ચ કરનારી સિસ્ટમો દર્શાવવામાં આવી છે. IRGC સાથે જોડાયેલી ન્યૂઝ એજન્સી તસ્નીમે આ દ્રશ્યો રજૂ કર્યા છે, પરંતુ સ્થળનું ચોક્કસ સ્થાન જાહેર કરવામાં આવ્યું નથી.