અમદાવાદ ફૂડ વિભાગના દરોડા
દિવાળીના તહેવારો પૂર્વે અમદાવાદ કર્પોરેશનના (AMC) હેલ્થ ફૂડ વિભાગે શહેરના વિવિધ ખાદ્ય ઉત્પાદન, સંગ્રહ અને વેચાણ એકમોમાં સઘન તપાસ હાથધરી. તપાસ દરમિયાન નારણપુરા અને વટવા સ્થિત બે એકમ સીલ કરવામાં આવ્યા છે.
તપાસ દરમિયાન 18 એકમોમાંથી કુલ 23 શંકાસ્પદ નમૂનાઓ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. ગ્રાહકો માટે ટેસ્ટિંગ કિટ ઉપલબ્ધ ન રાખનારા ચાર મીઠાઈ–ફરસાણના એકમો પાસેથી કુલ 40,000 રૂપિયાનો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો છે.
પરીક્ષણ અને સીલિંગની કાર્યવાહી પલ્લવ નગર સોસાયટી, નારણપુરામાં આવેલી ભજીયા–પકોડીની દુકાનમાં તળવા માટે ઉપયોગમાં લેવાતા તેલનું TPC (ટોટલ પોલર કમ્પાઉન્ડ્સ)નું પરીક્ષણ કરવામાં આવ્યું હતું અને તેલમાં 27.5 નું પ્રમાણ જોવા મળતાં તે દુકાન તાત્કાલિક અસરથી સીલ કરવામાં આવી હતી.
વટવા સ્થિત નીલકંઠ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં આવેલા ભારત ફૂડ એકમમાંથી અગાઉ લીધેલા સોસના ત્રણ નમૂનાઓ ફૂડ એનાલિસિસ લેબોરેટરીના પૃથ્થકરણ અહેવાલમાં અપ્રમાણિત જાહેર થયા હતા. આ આધાર પર તે એકમને પણ સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે.
ટેસ્ટિંગ કિટ ન હોવાના કારણે દંડ AMCની તપાસમાં ગ્રાહકોને ખાદ્યપદાર્થોની પ્રાથમિક ગુણવત્તા તપાસ કરવા માટે ઉપલબ્ધ થવાની હોવી જોઈએ એવી ટેસ્ટિંગ કિટ ચાર એકમોમાં ઉપલબ્ધ ન હોવાનું દાખલ થયું. તેમાંથી જોધપુરમાં આવેલી અંબિકા સ્વિટ અને ફરસાણ, વસ્ત્રાલમાં ગોપી ડેરી એન્ડ સ્વિટ, નરોડામાં આવેલી અંબીકા સ્વિટ અને ફરસાણ અને નારણપુરામાં પંજરી મીઠાઈ જેવા એકમો પાસેથી કુલ 40,000 રૂપિયાનો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો છે.
નમૂનાઓ લેબોરેટરીમાં મોકલાયા, આગળની કાર્યવાહી થવી શરૃ દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને શહેરના વિવિધ વિસ્તારોમાંથી દૂધનો હલવો, બેસન, શક્કરપારા, મિલ્ક કેક, બરફી, બેસનના લાડુ, કાજુ કતરી, સાદા મૈસૂર, મગજ, કાજુ કુલશ, હલવો, ટ્રેડિશનલ સ્વીટ, દાબેલી, ધારી, પેંડા, ટોપરાપાક, મોહનથાળ, ચવાણું, મીઠો માવો અને દાળમૂઠ સહિતના 23 શંકાસ્પદ નમૂનાઓ એકત્રિત કરીને લેબોરેટરીમાં પૃથ્થકરણ માટે મોકલવામાં આવ્યા છે.
લેબોરેટરી અહેવાલ આવ્યા બાદ તેમાં દર્શાવેલા તારણોના આધારે સંબંધિત એકમો સામે આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.