ધનતેરસે શુક્રનું ગોચર
ધનતેરસના પવિત્ર અવસરે શુક્ર ગ્રહે તુલા રાશિમાંથી કન્યા રાશિમાં પ્રવેશ કર્યો છે. જ્યોતિષશાસ્ત્રના અનુસારે શુક્રનું એ ગોચર 6 નવેમ્બરથી 22 નવેમ્બર સુધી રહેશે અને કેટલીક રાશિઓ માટે અત્યંત શુભ અને લાભદાયી સાબિત થશે.
સૂત્રો અનુસાર વૃષભ, મિથુન, કન્યા, તુલા અને મકર રાશિના જાતકોને આવનારા 16 દિવસ દરમિયાન આર્થિક લાભ, વેપારમાં વૃદ્ધિ, સુખ-સુવિધામાં વધારો અને નોકરીમાં પ્રમોશનના યોગ બનવાની સંભાવના છે.
વૃષભ રાશિ: વેપારમાં વૃદ્ધિ અને કાર્યોમાં સફળતા
વૃષભ રાશિના જાતકો માટે આ સમયગાળો અનુકૂળ રહેશે. શુક્રના પ્રભાવથી વેપારમાં સુધારો અને કાર્યોમાં મોટી સફળતા મેળવી શકવાની શક્યતા છે. ખાસ કરીને વેપારીઓની કમાણીમાં વધારો થવાની પ્રબળ શક્યતાઓ દર્શાવવામાં આવી છે.
મિથુન રાશિ: સુખ-સુવિધાઓમાં વધારો
મિથુન રાશિના જાતકોને આ સમયગાળામાં જીવનમાં સુખ-સુવિધાઓ વધવાની અને ભાગ્યનો સાથ મળશે તેવા દર્શન મળતા હોય છે. કાર્યસ્થળે પ્રશંસા મળે અને લાંબા સમયથી ચાલી રહેલા આર્થિક તંગીબાળા પરિસ્થિતિમાં સુધારો થાય અને અચાનક ધનલાભના યોગ પણ જણાય છે.
કન્યા રાશિ: અટવાયેલા કાર્યો પૂર્ણ થશે
શુક્રનું ગોચર સીધા કન્યા રાશિમાં થઈ રહ્યું હોવાથી કન્યા રાશિના જાતકો માટે સમય વિશેષ સારો રહેશે. સૂત્રો અનુસાર ભાગ્યનો સહારો મળતા પ્રગતિના નવા માર્ગ ખુલશે, વિદ્યાર્થીઓ માટે પણ આ સમયફાળો લાભદાયક રહેશે અને લાંબા સમયથી અટવાયેલા કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ થવાના સંકેતો છે.
તુલા રાશિ: જીવનમાં સુખ-સમૃદ્ધિ અને પ્રેમ સંબંધોમાં સુધારો
તુલા રાશિના જાતકો માટે શુક્રનું ગોચર શુભ પરિણામ લઈને આવે છે—કારકિર્દીમાં અને વ્યક્તિગત જીવનમાં સફળતા, સુખ-સમૃદ્ધિમાં વધારો અને પ્રેમ સંબંધોમાં મધુરતા વધવાની શક્યતા જણાવવામાં આવી છે.
મકર રાશિ: ભાગ્યની સહાય અને નોકરીમાં પ્રમોશન
મકર રાશિના જાતકોને આ સમયગાળામાં ભાગ્યની પૂરતી સહાય મળવાની શક્યતા બતાવવામાં આવી છે. નોકરી કરતા લોકોને પ્રમોશન (બઢતી) મળવાના પ્રબળ યોગ અને આર્થિક દૃષ્ટિએ વિશેષ સફળતા મેળવવાની શક્યતા હોવાની વાત સૂત્રોએ કરી છે.