બંગાળની ખાડીમાં સર્જાયેલા ચક્રવાતનું નામ ‘અર્નબ’ કેવી રીતે પડ્યું?

ચક્રવાત અર્નબનું નામકરણ

પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડીમાં સર્જાયેલી નવી હવામાન સિસ્ટમ 26 ઑક્ટોબરે ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાશે અને તે 28 ઑક્ટોબર સુધીમાં આંધ્રપ્રદેશના તટ તરફ આગળ વધવાની આગાહી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ આ વાવાઝોડાને કારણે તટીય વિસ્તારોમાં ભારે વરસાદ, તેજ પવન અને પૂરની સંભાવના છે.

ઓડિશા અને આંધ્રપ્રદેશ સરકારે સંભવિત ખતરાને ધ્યાને રાખીને તૈયારી મજબૂત કરી છે. વર્તમાન સ્થિતિ અને આગાહી IMDનું કહેવું છે કે પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડી પર ઉભેલી આ સક્રિય વેધર સિસ્ટમ 26 ઑક્ટોબરે ચક્રવાતી વાવાઝોડીમાં રૂપાંતરિત થઈ ગઈ છે અને 28 ઑક્ટોબરની સવાર સુધીમાં આંધ્રપ્રદેશના તટ તરફ આગળ વધશે.

આ દરમિયાન તટીય વિસ્તારોમાં ભારે વરસાદ, કઠોર પવન અને પૂર આવવાની શક્યતા છે. રાજ્યોની તૈયારી ઓડિશા સરકારે રાહત અને બચાવ કામગીરી માટે ટીમો તૈનાત કરી દીધી છે. આંધ્રપ્રદેશ સરકારે વીજ પુરવઠામાં ખોરવાટ ન થાય તેની વ્યવસ્થા માટે વીજ કંપનીઓને ખાસ સૂચનાઓ આપી છે.

બંને રાજ્ય તટીય વિસ્તારોમાં જનસુરક્ષા સુનિશ્ચિત કરવા અને નુકસાન ઘટાડવા માટે કાર્યવાહી કરી રહ્યા છે. નામ ‘અર્નબ’ કોણે અને કેમ મૂક્યું? આ વાવાઝોડાનું નામ ‘અર્નબ’ બાંગ્લાદેશે સૂચવ્યું છે. IMDની ઓફિશિયલ યાદીમાં બાંગ્લાદેષને આ નામ પ્રસ્તાવિત કરનાર દેશ તરીકે નોંધાયું છે.

બંગાળી ભાષામાં ‘અર્નબ’ શબ્દનો અર્થ સામાન્ય રીતે ‘મહાસાગર’ અથવા ‘દરિયા’ આવે છે, એટલે દરિયામાંથી ઉદભવતા વાવાઝોડા માટે આ નામ સુસંગત માનવામાં આવ્યું છે. નામકરણની પ્રક્રિયા વાવાઝોડાઓના નામકરણ માટે વિશ્વ સ્તરે નિર્ધારિત પદ્ધતિ અમલમાં છે.

એપ્રિલ 2020માં વર્લ્ડ મેટિયોરોલોજિકલ ઓર્ગેનાઇઝેશન (WMO) અને યુનાઇટેડ નેશન્સ ઈકોનોમિક એન્ડ સોશિયલ કમિશન ફોર એશિયા એન્ડ ધ પેસિફિક (UNESCAP) દ્વારા બનાવવામાં આવેલી ‘ટ્રોપિકલ સાયક્લોન પેનલ’ે નામોની અધિકૃત યાદી તૈયાર કરી હતી. આ પેનલમાં ભારત, બાંગ્લાદેશ, ઈરાન, માલદીવ, મ્યાનમાર, ઓમાન, પાકિસ્તાન, કતાર, સાઉદી અરેબિયા, શ્રીલંકા, થાઈલેન્ડ, UAE અને યમન સહિત 13 દેશો સામેલ છે.

દરેક દેશમાં 13-13 નામો આપી કુલ 169 નામોથી યાદી તૈયાર થઈ છે. ઉત્તરિ હિંદ મહાસાગર, બંગાળની ખાડી અને અરેબિયન સમુદ્રમાં આવતા વાવાઝોડાના નામો આ યાદીમાંથી ક્રમશઃ લેવામાં આવે છે.