અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીનું ભક્તિભાવ
મુંબઈમાં આયોજિત અમેરિકન સિંગર કૃષ્ણા દાસના લાઇવ કીર્તનમાં અભિનેત્રી અનુષ્કા શર્મા અને ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી ભક્તિભાવમાં દેખાયા. વાયરલ થયેલા વીડિયોમાં બંને ‘રાધે-ગોવિંદ’નો જાપ કરતા અને ભજનમાં ઝૂમતા દેખાઈ રહ્યા છે.
અનુષ્કા મજેન્ટા રંગની અનારકલીમાં જોવા મળી હતી અને વિરાટ બ્લેક ટી-શર્ટમાં સાદગીભર્યા લુકમાં હતા. મીડિયા અને વીડિયો વિગત મુજબ, અનુષ્કા ઉત્સાહથી ‘રાધે-ગોવિંદ’નો જાપ કરી તાળીઓ વગાડતી દેખાય છે, જ્યારે વિરાટ આંખો બંધ કરીને મંત્રમુગ્ધ થઈને નામ જપતા નજરે પડે છે.
બંને સામાન્ય દર્શકોની જેમ ઓડિયન્સમાં બેઠા હતા અને વિડિયોને સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યું છે. કપલનો લુક અને પ્રતિક્રિયા વિડિયોમાં અનુષ્કાનો ટ્રેડિશનલ અનારકલી લુક અને વિરાટનો કેઝ્યુઅલ બ્લેક ટી-શર્ટ લુક ફેન્સનું ધ્યાન ખેંચી રહ્યા છે.
સોશ્યલ મીડિયા સહિત ચાહકો દ્વારા તેમના આધ્યાત્મિક અને સરળ અવતારની પ્રશંસા કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે આ જોડી પહેલાં પણ લંડન સહિત અન્ય સ્થળોએ આવા આધ્યાત્મિક કાર્યક્રમો અને કીર્તનોમાં હાજરી આપી ચુકી છે.