તહેવારોમાં અસલી ઘી ખાવ છો કે કેમિકલ? આ 4 સરળ ઘરેલુ ટ્રિક્સથી પકડો નકલી ઘીની મિલાવટ!

તહેવારોમાં નકલી ઘી ઓળખવા માટેની પદ્ધતિઓ

તહેવારોની સિઝનમાં ઘીના વપરાશમાં વધારો થાય છે અને એ અનુકુળ નફાખોરો દ્વારા નકલી કે ભેળસેળિયા ઘીના વેચાણનો પ્રસારો પણ વધે છે. ગ્રાહકોને આરોગ્યનું નુકસાન ન થાય તે માટે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ આથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) દ્વારા ઘીની શુદ્ધતા ઘરે જ તપાસવાની કેટલીક સરળ પદ્ધતિઓ સૂચવવામાં આવી છે.

1. ગરમ કરીને ઓગાળવાનો ટેસ્ટ

એક સ્વચ્છ વાસણમાં એક ચમચી ઘી લઈ ધીમી આંચ પર હળવા ગરમ કરો. ઘી કેટલી ઝડપથી અને કેટલી સમાન રીતે ઓગળે છે તે જુઓ અને તેમાંથી નીકળતી સુગંધ પર ધ્યાન આપો. શુદ્ધ ઘી સામાન્ય રીતે સરળતાથી અને એકસરખી રીતે ઓગળી જાય છે અને તેની મીઠી ઘીની સુગંધ સ્પષ્ટ હોય છે.

2. ફ્રિજમાં મૂકીને ચકાસણી

થોડી માત્રા ઘીને થોડા કલાકો માટે ફ્રિજમાં મૂકીને તેને જોવા. શુદ્ધ ઘીનું જામવું તેના કુદરતી ફેટી એસિડ પર આધારીત હોય છે. જો ઘીનો રંગ બદલાય, અલગ અલગ સ્તરોમાં વહેંચાય અથવા તેની ઉપર અસામાન્ય ચીકાશ દેખાય તો તેમાં વનસ્પતિ તેલ અથવા અન્ય ફેટ્સનું મિશ્રણ થવા જેવી પરિસ્થિતિ હોઈ શકે છે.

3. આયોડિન ટેસ્ટથી સ્ટાર્ચની તપાસ

ઘીનું વજન વધારવા માટે ઘણીવાર તેમાં બાફેલા બટાકાના સ્ટાર્ચ જેવી સામગ્રી ભેળવવામાં આવે છે. FSSAI પણ સ્ટાર્ચ પકડવા માટે આયોડિન ટેસ્ટ કરવાની સલાહ આપે છે. ટેસ્ટ માટે એક ચમચી ઘીમાં થોડું પાણી ઉમેરીને હળવું ગરમ કરી ઠંડુ થાય દયો, ત્યારબાદ એમાં ટિંકચર આયોડિનના થોડી ટીપાં નાખો. જો ઘીનો રંગ વાદળી કે જાંબલી તરફ બદલાય તો તેમાં સ્ટાર્ચની ભેળસેળ થયાની પુષ્ટિ થાય છે.

4. રંગ અને સુગંધ પર સાવચેતી રાખવી

શુદ્ધ ઘીનો કુદરતી રંગ અને મીઠી સુગંધનું નિરીક્ષણ કરવું અગત્યનું છે. અતિ તેજ પીળો રંગ, અસમાન રંગબેરંગી સમૂહો અથવા વિચિત્ર ગંધ જોવાઈ છે તો તે ભેળસેળ હોવાનું સંકેત હોઈ શકે છે.

બજારમાંથી ઘી ખરીદતી વખતે ધ્યાનમાં લેવા જેવી બાબતો પેકેટવાળું ઘી ખરીદતા પહેલા પેકેટ પર લખેલાં ઘટકની યાદી ધ્યાનથી વાંચો જેથી તેમાં અન્ય તેલો અથવા અનધિકૃત મિશ્રણ ન હોય. પેકેટ પર FSSAIનો માન્ય લાઇસન્સ નંબર, પેકેટનું સીલ અને ‘BEST BEFORE’ અથવા એક્સપાયરી ડેટ જરૂર બતાવતી હોવી જોઈએ.