વ્યાજખોરીનો કિસ્સો
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પાવઠી ગામે વ્યાજખોરીનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે. રહેતા જીગ્નેશભાઈ વિઠ્ઠલભાઈ ખસિયા (ઉમ્ર ૩૦)ને ગત 23 ઓક્ટોબર, 2026 ના રાત્રે ચાર શખ્સોએ ઘરમાં જ ઘાતક રીતે માર મારી ડાબા હાથે ફ્રેક્ચર કર્યો અને શર્ટના ખિસ્સામાંથી 8,000 રૂ બળજબરીથી લીધી લીધા.
તળાજા પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. ઘટનાનું વિગતવાર વર્ણન પાવઠી ગામના રહેતા અને ઇન્ડસ ટાવર કંપનીમાં ઇલેક્ટ્રિશિયન તરીકે કામ કરતા જીગ્નેશભાઈએ લગભગ એક વર્ષ પહેલા સથરા ગામના અનિલ હાજાભાઈ આજરા પાસેથી 10% વ્યાજે 50,000 રૂ લીધા હતા. તેઓએ વ્યાજ અને મૂડી સહીત 80,000 રૂ ચુકવી દીધા હોવા છતાં અનિલ આજરા અને અન્ય શખ્સો અવારનવાર બળજબરીથી વધુ રકમની માંગ કરતા રહ્યા અને 1 લાખની માંગણી જારી રાખી હતી.
માહિતી મુજબ ગત 22 ઓક્ટોબર, 2026 ના રાત્રે અજાણ્યા નંબરથી ધમકીભરી કોલ આવ્યા હતા. ત્યારબાદ ગત 23 ઓક્ટોબર, 2026 ના રાત્રે અનિલ હાજાભાઈ આજરા, કરણ સોંડાભાઈ પરમાર, ગોવિંદ સોંડાભાઈ પરમાર અને સુરેશ કરશનભાઈ ચૌહાણ લોખંડના પાઈપ અને લાકડી લઈને જીગ્નેશભાઈના ઘરે પહોંચ્યા. તેઓએ ઘરમાંથી બહાર બોલાવી લોખંડના પાઈપ તથા લાકડી વડે આડેધડ માર માર્યો, જેના કારણે ડાબા હાથે ફ્રેક્ચર સર્જાયો.
આ દરમ્યાન શર્ટના ખિસ્સામાંથી બળજબરીથી 8,000 રૂ કાઢી લેવામાં આવ્યા અને તેમને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાની ફરિયાદ નોંધાઈ છે. ઇજા અને પોલીસ કાર્યવાહી ઇજાગ્રસ્ત જીગ્નેશભાઈને સારવાર માટે ભાવનગર સર ટી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. તળાજા પોલીસ સ્ટેશનમાં આ મામલે ચાર શખ્સો સામે ગુનો નોંધાયો છે અને પોલીસ કાયદેસરની તપાસ કરી રહી છે.