વરુણ ધવન ખેતર ખરીદ્યું
બોલિવૂડ અભિનેતા વરુણ ધવને સોશિયલ મીડિયા પર એક વિડિયોમાં જણાવ્યુ કે તેમણે ખેતર ખરીદ્યું છે. તેઓ વિડિયોમાં પોતાની ખુશી વ્યક્ત કરતા દેખાયા અને ખેતરની ઝલક ચાહકો સાથે શેર કરી. વિડિયોની કેપ્શનમાં તેમણે સ્પષ્ટ લખ્યું હતું, “મેં ખેતર ખરીદ્યું છે.”
વિડિયો અને ખેતરની ઝલક વરુણ ધવને ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલી વિડિયોમાં કહ્યું, “હું તમારી સાથે એક ન્યૂઝ શેર કરવા માગું છું. આ મારી જિંદગીની સૌથી મોટી ઉપલબ્ધિ છે. મેં એક ખેતર લીધું છે. આ ખેતર મેં ખરીદી લીધું છે અને શા માટે લીધું તે પૂછતા નહીં. બસ અહીં ઊભા રહીને ચા-બિસ્કિટનો આનંદ માણવો અને હવામાનની મજાઓ લેવી. ખૂબ મજેદાર છે.”
વિડિયોમાં વરુણ હાથમાં ચાનો કપ લઈને જોવા મળ્યા હતા અને તેઓ બ્રાઉન રંગનું શર્ટ અને પેન્ટ સાથે બૂટ્સમાં જોવા મળ્યા હતા. વિડિયોને ચાહકો સતત કમેન્ટ કરીને અભિનંદન આપી રહ્યા છે.
વરુણ ધવનની કારકિર્દી
વરુણ ધવનની કારકિર્દી અને પર્સનલ લાઇફ વિશે વાત કરીએ તો, તેમણે 2010માં અસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કરિયરની શરૂઆત કરી. તેઓ “My Name Is Khan” ફિલ્મમાં અસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામે હતા અને 2012માં “Student of the Year” દ્વારા અભિનયની શરૂઆત કરી. તે ફિલ્મમાં આલિયા ભટ્ટ અને સિધાર્થ મલ્હોત્રા પણ હતા અને ફિલ્મનું નિર્દેશન કરણ જોહરે કર્યું હતું.
તેથી પછી વરુણ અનેક ફિલ્મોમાં જોવા મળ્યા છે જેમ કે મૈં તેરા હીરો, બદલાપુર, હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા, એબીસીડી 2, દિલવાલે, જુડવા 2, બદ્રીનાથ કી દુલ્હનિયા, સુઈ ધાગા, નવાબઝાદે, કલંક, સ્ટ્રીટ ડાન્સર્સ 3D, કૂલી નંબર 1, એન્ટિમ, જુગ જુગ જિયો, ભેડિયા, બાવલ, બેબી જોન અને બોર્ડર 2.
પર્સનલ લાઇફમાં વરુણ ધવન નતાશા દલાલ સાથે વૈવાહિક જીવન જીવે છે અને બંને એક દીકરીના માતા-પિતા છે. તેમના દીકરીનું નામ લારા ધવન છે અને વરુણે હજુ સુધી દીકરીની ફોટો સોશિયલ મીડિયામાં શેર કરી નથી.