વારસિયામાં દારૂની 465 બોટલ સાથે બે ઝડપાયા
વારસિયા વિસ્તારમાં પોલીસે સોના મહેલ સામે આવેલા સર્વાનંદ એપાર્ટમેન્ટમાંથી વિદેશી દારૂની 465 બોટલ કબજે કરી બે આરોપીઓને ધરપકડ કરી છે. જપ્ત દારૂની કિંમત રૂ. 92,349 છે અને અન્ય સામાન સહિત પોલીસએ કુલ 1.02 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હોવાનું પોલીસ દ્વારા જાણવા મળ્યું છે.
વધુ ચાર આરોપીઓની શોધખોળ ચાલી રહી છે. ઘટનાની વિગત વારસિયા પોલીસની પેટ્રોલિંગ ટીમને માહિતી મળી હતી કે સોના મહેલ સામેના સર્વાનંદ એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોર પર રામ ઉર્પે કાલુ રોહીડા પતરની પેટીમાં વિદેશી દારૂ રાખીને ફરતો હોય છે. તપાસ માટે પોલીસએ સ્થળ પર જઈ તપાસ કરતાં વિદેશી દારૂની કુલ 465 બોટલ મળી આવી હતી, જેના મૂલ્યની ગણતરી રૂ. 92,349 કરવામાં આવી છે.
પોલીસી કબજે કરેલ સામાનમાં વિદેશી દારૂની 465 બોટલ ઉપરાંત બે મોબાઇલ અને પતરાની પેટી કબજે કરી લીધી છે. આ તમામ સામાનને જોડીને પોલીસે કુલ 1.02 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હોવાનું બહાર આવ્યું છે. આરોપીઓ અને પૂછપરછની સ્થિતિમાં પોલીસે રામ નાનકરામ રોહીડા (રહે. સર્વાનંદ એપાર્ટમેન્ટ, વારસિયા) અને રોહિત શંકરભાઈ કહાર (રહે. શીતળા માતાનો મહોલ્લો, વારસિયા) ને ઝડપી લીધા છે.
હિતેન ફુલવાણી, ધર્મેશ ઉર્ફે ગોલુ, કમુ સિન્ધી અને પ્રદીપ માધવનગરવાળા નામના ચાર અન્ય આરોપીઓની તપાસ હજુ ચાલી રહી છે.