યુપીમાં ચારિત્ર્ય ચકાસણીના નવા નિયમો
ઉત્તર પ્રદેશ સરકારે સરકારી નોકરી માટે ઉમેદવારોની ચારિત્ર્ય ચકાસણીના નિયમો કડક કર્યા છે. હવે હિંસક પ્રદર્શન અને આંદોલનોમાં ભાગ લેવેલા ઉમેદવારોની ભરતી વખતે તપાસ કરવામાં આવશે અને આવી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હોવાનો દાવો સાબિત થાય તો તેમની ભરતી પર અસર પડી શકે છે. આ નિર્દેશ નિમણૂક વિભાગના અગ્ર સચિવ એમ. દેવરાજ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે.
ભરતી પ્રક્રિયામાં કડકતા
નવા નિયમો અનુસાર રાજ્યનાં વિવિધ વિભાગો, નિગમો અને સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં થતી ભરતી માટે ઉમેદવારોની ચારિત્ર્ય ચકાસણી વધુ કડક રીતે કરવામાં આવશે. ખાસ કરીને વિરોધ પ્રદર્શન અને આંદોલનોમાં સામેલ રહેવાની સ્થિતિની તપાસ ભરતી પ્રક્રિયા દરમિયાન કરવામાં આવશે.
FIR અને તપાસની સ્થિતિ નિર્દેશમાં સ્પષ્ટ કરાયું છે કે માત્ર FIR નોંધાવા અથવા તપાસ ચાલવા પર કોઈ ઉમેદવારને આપમેળે ગેરલાયક જાહેર નહીં કરવામાં આવે. તેમ છતાં, આવા કેસોમાં ઉમેદવારની પૃષ્ઠભૂમિ અને સંબંધિત પ્રવૃત્તિઓની વિગતવાર તપાસ કરવામાં આવશે.
સંગઠનો અને જોડાણની તપાસ
આદેશમાં જણાવાયું છે કે હિંસક રીતે વ્યવસ્થા બદલવાનો પ્રયાસ કરતા સંગઠનો સાથે જોડાયેલા લોકોની પણ તપાસ કરવામાં આવશે. આવી પ્રવૃત્તિઓમાં જોડાયેલ હોવાની આસ્થિતી જણાય તો ઉમેદવારને સરકારી નોકરી માટે અયોગ્ય માનવામાં આવી શકે છે.
ઉંમર અને સમયગાળો નિર્દેશ મુજબ, ઉમેદવારે 21 વર્ષ પૂર્ણ કર્યા પછી અને તપાસની તારીખથી અગાઉનાં ત્રણ વર્ષની અવધિ દરમ્યાન એવી પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હોય તો તેને સક્રિય જોડાણનો પુરાવો માનવામાં આવશે. જો કે, આ સમયગાળામાં ઉમેદવારના વલણમાં સુધારો થવાનો નક્કર અને સકારાત્મક પુરાવો હાજર હોય તો એની પર વિચારણા કરી શકાય તેવી છૂટછાટ રાખવામાં આવેલી છે.
પોલીસ રિપોર્ટ અને સમયસીમા
ચારિત્ર્ય ચકાસણી માટે પોલીસનો અહેવાલ જરૂરી રહેશે અને પોલીસને ચારિત્ર્ય ચકાસણીનો અહેવાલ 30 દિવસની અંદર આપવો રહેવાનો છે. આ નવા નિર્દેશથી ઉત્તરપ્રદેશમાં સરકારી ભરતીની પ્રક્રિયામાં ચારિત્ર્ય ચકાસણીનું મહત્વ ઘટશે અને ખાસ કરીને વિરોધ પ્રદર્શન તથા આંદોલનોમાં સામેલ રહેલા ઉમેદવારોની પૃષ્ઠભૂમિની તપાસ વધુ વિગતવાર અને ગંભીરતાથી કરવામાં આવશે.