રૂ. 23,000 કરોડનો ટ્રાફિક દંડ બાકી, ઈ-ચલાન નહીં ભરનારા વાહનો જપ્ત કરવા સુપ્રીમ કોર્ટનો રાજ્યોને આદેશ | Gujarat Samachar

સુપ્રીમ કોર્ટનો કડક આદેશ

સુપ્રીમ કોર્ટે ટ્રાફિક નિયમો ભંગ કરનારા સામે કડક વલણ અપનાવીને દેશભરમાં બાકી રહેલા ઈ-ચલાનની વસુલાત માટે રાજ્યોને સખ્ત પગલાં લેવા આદેશ આપ્યો છે. જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ કે.વી. વિશ્વનાથનની બેન્ચે નિર્દેશ આપ્યો છે કે ઈ-ચલાન બાકી રહ્યો હોય તેવા વાહનોને તાત્કાલિક જપ્ત કરવા અને પરિવહન પોર્ટલ પરની સંબંધિત ડિજિટલ સેવાઓ સ્થગિત કરવાની કાર્યવાહી કરવી જોઈએ.

કોર્ટમાં રજૂ થયેલા સત્તાવાર આંકડાઓ અનુસાર, દેશભરમાં કુલ 49,194.05 કરોડ રૂપિયાના ઈ-ચલાન જારી કરવામાં આવ્યા હતા, જેમાંથી માત્ર 26,175.05 કરોડ રૂપિયા જ વસૂલ થયા છે અને 23,019 કરોડ રૂપિયા બાકી છે.

જપ્ત કરવાની પ્રક્રિયા

કોર્ટના આદેશની મુખ્ય બાબતો બેન્ચે સૂચન કર્યું છે કે ટ્રાફિક પોલીસ અચાનક તપાસ કરવામાં સક્ષ્મ રહેશે અને જીતી બાકી રકમ ચૂકવતા સુધી અમુક વાહનોને જપ્ત કરવાની કાર્યાવહી હાથ ધરશે. સંબંધિત વાહનના નોંધણી પ્રમાણપત્ર (RC) રિન્યૂઅલ, ડુપ્લિકેટ દસ્તાવેજો મેળવવા અને સરનામુ બદલવા જેવી સેવા ત્યાં સુધી ઉપલબ્ધ નહીં રાખવામાં આવે જ્યાં સુધી જૂનો બાકી દંડ ચૂકવાઇ ન જાય.

પરિવહન પોર્ટલ અને ડિજિટલ સેવાઓનું નિષ્ક્રિયકરણ કોર્ટે કેન્દ્રિય પરિવહન પોર્ટલ પરની સંબંધિત ડિજિટલ સેવાઓને તાત્કાલિક રીતે સ્થગિત કરવાનો આદેશ આપ્યો છે જેથી દંડ ન ચુકવનારાઓને ઓનલાઈન દ્વારા આર.સી. રિન્યૂઅલ અને અન્ય સુવિધાઓ પ્રાપ્ત ન થઈ શકે.

ફિટનેસ અને પીઅુસી પર પ્રતિબંધ

ફિટનેસ, પીઅુસી અને વાહન વેચાણ પર પ્રતિબંધ નિયમભંગ કરનારા અને દંડ ન ભરનારા વાહनोंને ફિટનેસ પ્રમાણપત્ર તેમજ પ્રદૂષણ નિયંત્રણ પ્રમાણપત્ર (પીયુસી) આપવામાં નહીં આવે તેવી સૂચના કોર્ટે આપી છે. આવી બાકીવાળી વાહનોને પરિવહન પોર્ટલ પર કાળી યાદીમાં મુકવામાં આવશે જેથી તે વાહનનું વેચાણ કે માલિકીના હસ્તાંતરણ પર પ્રતિબંધ રહે.

તથા વારંવાર નિયમ ભંગ કરતા ચાલકોએ પકડાયા તો તેમના ડ્રાઇવિંગ લાયસન્સ તાત્કાલિક સસ્પેન્ડ કરવાની પણ સલાહ આપવામાં આવી છે.

ન્યાયિક વસૂલાત પદ્ધતિ

ન્યાયિક વસૂલાત પદ્ધતિની અસફળતા અને કોર્ટની ચેતવણી બેન્ચે નોંધ્યું કે અદાલતી દંડ વસૂલાતની પરંપરાગત પદ્ધતિ અસરકારક રહેતી નથી અને જમીની સ્તર પર કડક અમલ ન હોવાને કારણે રકમના ઉગમને અટકાવવામાં નિષ્ફળતા રહી છે. કેસમાં કોર્ટે રાજ્ય પ્રશાસનોને ચેતવણી આપી છે કે આ નિર્દેશો માત્ર કાગળ પર રહી ગયું તો તે તેઓ વિશે કડક કાર્યવાહી કરશે.

આ નિર્દેશ સુપ્રીમ કોર્ટમાં 2012થી ચાલી રહેલી એસ. રાજશેખરન વિરુદ્ધ ભારત સરકારની જાહેર હિતની અરજી અંતર્ગત આપવામાં આવ્યા છે.

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને માસિક ઓનલાઇન ડેશબોર્ડ સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો અને ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણને ઈલેક્ટ્રોનિક તપાસ વ્યવસ્થામાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરવા અને કેન્દ્રિય મોટર વાહન નિયમો, 1989ના નિયમ 167A(3) હેઠળ આવનારા 12 ચોક્કસ ટ્રાફિક ઉલ્લંઘનોને આપમેળે પકડવા માટે પ્રણાલી અપનાવવા આદેશ કર્યો છે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય એક જાહેર ઓનલાઈન ડેશબોર્ડ શરૂ કરશે જે દર મહિને રાજ્યવાર કામગીરી કરતા ઈ-એન્ફોર્સમેન્ટ ઉપકરણો અને થયેલા ઈ-ચલાનોની વિગત જાહેર કરશે.