ભારત સાથે વેપાર બંધ થવાથી પાકિસ્તાનને 40 અબજ ડોલરનું નુકસાન; PIBC અધ્યક્ષ નૂર મોહમ્મદ કસૂરીની અપીલ

ભારત સાથે વેપાર બંધ થવાથી પાકિસ્તાનને 40 અબજ ડોલરનું નુકસાન

PIBCના અધ્યક્ષ નૂર મોહમ્મદ કસૂરીએ જણાવ્યું છે કે, ભારત સાથે વેપાર બંધ થવાને કારણે પાકિસ્તાનને 40 અબજ ડોલર (4,000 કરોડ ડોલર)નું આર્થિક નુકસાન થયું છે. તેમણે દવા અને કાપડ ઉદ્યોગ પર પડેલા ઘાતકી પ્રભાવને ઉલ્લેખ કર્યો અને ભારત સાથે વેપારી સંબંધો પુનઃસ્થાપિત કરવાની અપીલ કરી છે.

કસૂરીએ જણાવ્યું કે પુલવામા હુમલાના બાદ બંને દેશો વચ્ચે વેપાર બંધ થયા બાદ પાકિસ્તાની કંપનીઓને જરૂરી સામાન અને કાચો માલ અન્ય દેશોમાંથી આયાત કરવાનો વિકલ્પ લેવો પડ્યો છે, જેનાથી પરિવહનનો ખર્ચ અને સમય બંને વધ્યા છે. તેમનો દાવો છે કે વેપાર પુનઃપ્રારંભ કરવા પર પાકિસ્તાન દર વર્ષે આશરે 2-3 અબજ ડોલર સુધી બચત કરી શકે છે.

દવા અને કાપડ ઉદ્યોગ પર અસર

કસૂરીના જણાવ્યા મુજબ, પાકિસ્તાનનો ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ પહેલા ભારતમાંથી જરૂરી કાચા માલ આયાત કરતો હતો. હવે તે અન્ય દેશોથી આયાત કરવામાં આવે છે, જેના કારણે ખર્ચ અને પહોંચવામાં સમય વધારો થયો છે. કાપડ ઉદ્યોગમાં, પાકિસ્તાનમાં કપાસનું ઉત્પાદન ઘટવાના કારણે કાપડ કંપનીઓએ બ્રાઝિલ, ઈજીપ્ત, ચાઈન અને અમેરિકા જેવા દેશોમાંથી કપાસ ખરીદવી પડી રહી છે, જેના કારણે આશરે 5 અબજ ડોલરનો વધારાનો ખર્ચ થયો છે.

કસૂરીએ જણાવ્યું કે પાકિસ્તાન ભારત પાસેથી ખાંડ, ખાતર, સિમેન્ટ, પેટ્રોલિયમ ઉત્પાદનો, લોખંડ-સ્ટીલ, શાકભાજી અને ભારે મશીનરી જેવી મહત્વની ચીજવસ્તુઓ આયાત કરી શકે છે. તેમણે કહ્યું છે કે ભારતની તેલ રિફાઇનરીઓ પાકિસ્તાનની ઘણી નજીક છે, તેથી ભારતથી પેટ્રોલિયમ ઉત્પાદનોની ખરીદી ખર્ચને ઘટાડશે અને સામાન ઝડપી પહોંચાડવામાં મદદરૂપ થશે.