થરાદ-સાંચોર હાઇવે પર કારમાંથી 588 બોટલ વિદેશી દારૂ ઝડપાયો, ₹11.04 લાખના મુદ્દામાલ સાથે 1ની ધરપકડ

થરાદ-સાંચોર હાઇવે પર વિદેશી દારૂ ઝડપાયો

થરાદ-સાંચોર હાઈવે પર LCB પોલીસે બાતમીના આધારે કારને રોકીને તપાસ કરતા ગેરકાયદે રીતે સપ્લાય માટે રાખવામાં આવેલ વિદેશી દારૂ ઝડપી પાડયો. પોલીસે કુલ ₹11.04 લાખના મુદ્દામાલમાંથી ₹5.91 લાખ મૂલ્યની 588 બોટલ દારૂ જપ્ત કરી એક વ્યક્તિને ધરપકડ કરી છે.

ઘટનામાં દારૂ મંગાવનાર અને ભરાવનાર બે શખસોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. ઘટનાની વિગત વાવ-થરાદ જિલ્લામાં LCB પોલીસની ટીમ પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે થરાદ-સાંચોર હાઇવે, ભોરોલ ત્રણ રસ્તા પાસેથી એક કારની તપાસ કરતી વખતે તેમાંથી ભારતીય બનાવટનુ વિદેશી દારૂ ઝડપાયો.

પોલીસે તે દારૂ જપ્ત કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે. જપ્ત સામાન અને કિંમત પોલીસે તપાસમાં કુલ 588 બોટલ દારૂ જપ્ત કરી તેમાંની કિમત ₹5.91 લાખ હોવાનું જણાવાયું છે. કાર, મોબાઇલ અને રોકડ સહિતનો કુલ મુદ્દામાલની કિંમત ₹11.04 લાખ નોંધાઈ છે.

ધરપકડ અને વોન્ટેડ આ માહીતીના આધારે પોલીસે મેહુલભાઇ ઉમિયાશંકર ગોર બ્રાહ્મણ (ઉંમર 48, રહે. ભિડડા, તા. માંડવી, જિ. કચ્છ)ની ધરપકડ કરી છે. દારૂ નમાવનાર અને ભરાવનાર તરીકે રાજસ્થાનના ઝાલોરના દૂધવાના રહેવાસી સુખદેવ દુર્ગારામ અને કચ્છના આદીપુરના રહેવાસી ભાણુભાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

કાયદેસર કાર્યવાહી અને આગળની તપાસ થરાદ પોલીસે ત્રણ આરોપીઓ વિરુદ્ધ ધી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે અને વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા તથા વધુ તપાસ માટે કાર્યવાહી ચાલુ રાખી છે.