ટાટા ગ્રૂપને બરબાદ કરાઈ રહ્યું છે અને ઉદ્યોગપતિઓમાં બોલવાની હિંમત નથી: રાહુલ ગાંધી

ટાટા ગ્રૂપ બરબાદ થઈ રહ્યું છે

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ‘X’ પર પોસ્ટ કરીને ટાટા જૂથને સુનિયોજિત રીતે બરબાદ કરાઈ રહ્યાનો ગંભીર આક્ષેપ કર્યો છે. તેમણે ટાટા સન્સમાં નેતૃત્વ અંગે ચાલી રહેલા આંતરિક વિવાદને લગતી વાત કરી અને કહ્યું કે સરકાર કે ટાટા જૂથ તરફથી આ મુદ્દે હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આવી નથી.

રાહુલ ગાંધીનું નિવેદન રાહુલ ગાંધીએ પોસ્ટમાં લખ્યું: “ભારતીય વ્યાપાર કે ઉદ્યોગો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહનું કોઈ અંગત રમકડું નથી.” તેમણે વધુ કહ્યું: “ભલે ઉદ્યોગપતિઓમાં બોલવાની હિંમત ન હોય, પરંતુ કોંગ્રેસમાં છે અને આ કથિત અપરાધો માટે ન્યાય સુનિશ્ચિત કરવામાં આવશે.”

ટાટા સન્સમાં નેતૃત્વ વિવાદ

સોર્સ મુજબ ટાટા સન્સમાં નેતૃત્વ અંગે મોટો આંતરિક વિવાદ ચાલી રહ્યો છે. 17 સપ્ટેમ્બરના રોજ બોર્ડ બેઠકમાં એન. ચંદ્રશેખરનને ફરીથી ચેરમેન બનાવવાનો પ્રસ્તાવ પાસ કરાયો હતો. ટાટા ટ્રસ્ટ્સના ચેરમેન નોએલ ટાટાએ આ નિર્ણય સામે વાંધો ઉઠાવ્યો અને તેને પડકાર્યો છે. આ મતભેદ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ સુધી પહોંચ્યો છે અને દેશમાં કોર્પોરેટ જગતમાં ચર્ચા જાગી છે.

સરકાર અને ટાટા જૂથની પ્રતિક્રિયા આ મામલે કેન્દ્ર સરકાર કે ટાટા ગ્રુપ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. રાહુલ ગાંધીએ દેશના ઉદ્યોગપતિઓ સામે પ્રશ્ન ઉઠાવ્યો કે તેઓ કેટલા સમય સુધી શાંત બેસીને રહેશે અને શું તે તે સમયે જ અવાજ ઉઠાવશે જ્યારે બધું જ તેમના હાથમાંથી નીકળી જશે.