સુપર કંપનીના બ્રેડના પેકેટમાં મૃત માખી દેખાતાં ગુણવત્તા સામે સવાલો ઉઠ્યા

સુપર કંપનીના બ્રેડમાં મૃત માખી

વડોદરાના આજવા રોડ, સરદાર એસ્ટેટ પાસે આવેલી સુપર કંપનીની સીલપેક થયેલી બ્રેડની પેકેટની અંદર મૃત માખી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વાયરલ ક્લિપ એક ગ્રાહકે સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હોવાનું દર્શાવાયું છે. વિડિયોમાં સીલબંધી પેકેટની અંદર મરેેલી માખી દેખાઈ છે.

જો આ રીતે સીલપેક પેકેટમાં માખી મળી આવતી હોય તો તે બ્રેડના ઉત્પાદન, પેકિંગ અને ગુણવત્તા નિયંત્રણની પ્રક્રિયાઓ વિશે પ્રશ્નો ઊભા કરી શકે છે અને રોજિંદા વપરાશની વસ્તુ તરીકે બ્રેડમાં આવી બેદરકારી ગ્રાહકોના આરોગ્ય માટે ચિંતાનો વિષય બની શકે છે.

હાલે આ વીડિયોની સત્તાવાર અથવા સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ નથી. સમગ્ર મામલે સાચાઈની માહિતી મેળવવા અને તપાસ માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ખોરાક શાખા દ્વારા તપાસ કરવામાં આવશે અને તપાસના પરિણામ આધારે જ આગળની કાર્યવાહી વિશે સ્પષ્ટતા થશે.