બુલિયન બજારમાં સોનું-ચાંદીમાં તેજી
આજે બુલિયન માર્કેટમાં સોના અને ચાંદીના ભાવમાં મોટા પ્રમાણમાં ઉછાળો નોંધાયો છે. સોનું એક દિવસે 1,362 રૂપિયા વધીને 1,37,587 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યું છે, જ્યારે ચાંદીમાં 1,475 રૂપિયાનો વધારો થઈને તે 1,80,199 રૂપિયા પ્રતિ કિલો સુધી ટ્રેડ કરી રહી છે. બજારમાં રોકાણકારોમાં તેજીનો માહોલ જોવા મળ્યો છે.
સોનાના ભાવની વિગત બુલિયન માર્કેટના આંકડા પ્રમાણે, ગઈકાલે સોનાનું બંધ ભાવ 1,36,225 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતું. આજે કારોબારની શરૂઆતમાં સોનું 1,36,502 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે ખુલ્યું અને એ જ દર દિવસ દરમિયાન તેનું નીચલું સ્તર રહ્યું. બાદમાં ખરીદી વધતા ભાવ ઊચું જઈને દિવસ દરમિયાન તેની ઊંચી સપાટી 1,37,587 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી ગઈ. ગઇકાલના બંધ ભાવની તુલનામાં સોનામાં કુલ 1,362 રૂપિયાનો ઉછાળો નોંધાયો છે.
ચાંદીના ભાવની વિગત ચાંદીના ભાવમાં પણ આજે નોંધપાત્ર ફેરફાર આવ્યો છે. ગઈકાલે ચાંદીનું બંધ ભાવ 1,78,724 રૂપિયા પ્રતિ કિલો હતું. આજે કારોબારની શરૂઆતમાં ચાંદી 1,79,692 રૂપિયા પ્રતિ કિલોના સ્તરે ખુલ્યું અને બાદમાં ઘટાડા સાથે દિવસ દરમિયાન તેની નીચલી સપાટી 1,78,539 રૂપિયા પ્રતિ કિલો જોવા મળી. ત્યારબાદ તેજી આવ્યા બાદ ભાવ વધીને ટ્રેડિંગ દરમિયાન તેની સર્વોચ્ચ સપાટી 1,80,199 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગઈ. ગઇકાલના બંધ ભાવની તુલનામાં ચાંદીમાં કુલ 1,475 રૂપિયાનો વધારો થયો છે.
બજારનો માહોલ આજે બુલિયન બજારમાં સોનાં-ચાંદીમાં સતત તેજીના કારણે રોકાણકારોમાં ખરીદીનો ઉત્સાહ જોવા મળ્યો છે. માર્કેટ ડેટા અનુસાર એક જ સત્રમાં બંને ધાતુઓના ભાવમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે.