વાયદા બજારમાં સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો; સોનું ₹2,998 અને ચાંદી ₹5,823થી ઘટ્યું

સોના-ચાંદીના ભાવમાં ઘટાડો

વૈશ્વિક બજારના નબળા સંકેતો વચ્ચે સ્થાનિક વાયદા માર્કેટમાં સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે. આજે સોનામાં પ્રતિ 10 ગ્રામ ₹2,998 અને ચાંદીમાં પ્રતિ કિલો ₹5,823નો જંગી ઘટાડો નોંધાતા રોકાણકારોમાં ખળભળાટ મચ્યો છે. સોના અને ચાંદીની ભાવગતિની વિગત માહિતી અનુસાર સોનું તેના જૂના બંધ ભાવ ₹1,34,223 સામે આજે ઘટીને ₹1,31,622ના સ્તરે ખૂલી ગયું હતું.

દિવસ દરમિયાન સોનાએ ઉપરમાં ₹1,31,979ની સપાટી બનાવી અને નીચામાં ₹1,31,225ના તળિયા પર પહોંચી ગયું. પરિણામે સોનાની કિંમતમાં પ્રતિ 10 ગ્રામે સરસરો ₹2,998નો ઘટાડો જોવા મળ્યો. બીજી તરફ, ચાંદી તેના જૂના બંધ ભાવ ₹1,69,702 સામે આજે ₹1,67,301ના ભાવે ખૂલી હતી, જે આજનો તેનું ઊંચું સ્તર પણ હતું. ત્યારબાદ બજારમાં વેચવાલી વધતા ચાંદી નીચે જઈ ₹1,63,879ના સ્તરે પહોંચી ગઈ. આમ ચાંદીમાં પ્રતિ કિલો ₹5,823નો એકઝાટકો ઘટાડો નોંધાયો.

કડાકાના મુખ્ય કારણો અંદાજ મુજબ આ ઘટાડા પાછળ મુખ્યત્વે આંતરરાષ્ટ્રીય પરિબળ જવાબદાર છે. અમેરિકી ડોલરની મજબૂતી, વ્યાજ દરો ઊંચા રહેવાની શક્યતા અને યુએસ બોન્ડ યીલ્ડમાં વધારાને કારણે બુલિયન માર્કેટ પર દબાણ વધ્યું છે. રોકાણકારો અમેરિકા ફેડરલ રિઝર્વની બેઠકની મિનિટ્સની રાહ જોઈ રહ્યા છે અને ગોલ્ડ-બેક્ડ એક્સચેન્જ-ટ્રેડેડ ફંડ્સ (ETF) માંથી સતત ઉપાડ (આઉટફ્લો) થવાને કારણે પણ સોનાં-ચાંદીના ભાવ પર દબાણ આવ્યું છે.

ફલરૂપે સ્થાનિક વાયદા માર્કેટ અને રોકાણકારાના નિર્ણયો પર આ ફેરફારો સ્પષ્ટ પ્રભાવ પાડ્યા છે. રોકાણકારો હાલમાં ફેડરલ રિઝર્વની મિનિટ્સ અને આંતરરાષ્ટ્રીય પરિબળો પર નજર રાખી રહ્યા છે.