ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કર્યું; કહ્યું — SIR સંબંધિત તમામ આદેશ સર્વસંમતિથી હતા, જ્ઞાનેશ કુમારે એકલા નિર્ણય નથી લીધો

ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કર્યું

ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કર્યું છે અને સ્પષ્ટ કર્યું છે કે SIR (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન) સંબંધિત ત્રણેય આદેશો પંચની સર્વસંમતિથી જ જારી કરવામાં આવ્યા હતા. પંચે કહ્યું છે કે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે એકલા હાથે કોઈ નિર્ણય આદેશો સંદર્ભે નહોતાં લીધા.

ફોર્મ 6માં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી અને મુખ્ય ચૂંટણી કમિશનરને (CEC) હટાવવાની માંગને પંચે ફગાવી દીધી છે. સોગંદનામું અને મુખ્ય દાવો પંચે સોગંદનામામાં જણાવ્યું છે કે SIR અંગે લેવા આવેલાં નિર્ણયો સર્વસંમતિથી લેવામાં આવ્યા હતા. આ સોગંદનામાને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને બન્ને ચૂંટણી આયુક્તોએ મંજૂર કર્યાં છે.

SIR સંબંધિત આદેશોની વિગતો

પંચે નોંધ્યું છે કે ફાઇલ પર ચર્ચા દરમિયાન કોઈ કમિશનરની ટિપ્પણી અથવા સૂચનને અંતિમ નિર્ણય માનવામાં નહીં આવે. SIR સંબંધિત ત્રણ આદેશો અને સમયરેખા પંચે જણાવ્યું છે કે SIRને લઈને જન્યુન, જૂન 2025, ઓક્ટોબર 2025 અને મે 2026માં જારી કરાયેલા ત્રણેય આદેશો સર્વસંમતિથી લેવાયા હતા. સોગંદનામું આ મુદ્દો સ્પષ્ટ કરવા માટે રજૂ કરવામાં આવ્યું છે.

ફોર્મ 6 અને મતદાર યાદી અંગેની સ્પષ્ટતા પંચે ફોર્મ 6 વિશે કહ્યુ છે કે તેમાં કોઈ સંશોધન કે ફેરફાર કરવામાં આવ્યો નથી અને ફોર્મમાં ફેરફાર કરવાનો અધિકાર કેન્દ્ર સરકાર પાસે છે. ઓનલાઇન અરજીમાં ફોર્મ 6 અને ઘોષણાપત્રને અલગ રીતે દેખાડવાની વ્યવસ્થા કાગળના ફોર્મની પદ્ધતિ મુજબ કરવામાં આવી છે, જેના કારણે સર્જાતી કોઈ ભૂમભ્રમ દૂર કરવા માટે પગલાં લેવામાં આવ્યા છે.

જૂના રેકોર્ડ અને BLOની જવાબદારી પંચે જણાવ્યું છે કે જે મતદાતાઓના જૂના રેકોર્ડ વર્તમાન યાદી સાથે મેચ નથી થતા તેમને સામાન્ય રીતે ઓફિસ બોલાવવાની જરૂર નહીં પડે અને બૂથ લેવલ ઓફિસર (BLO) પોતાના ઘરે જઈને જરૂરી દસ્તાવેજો એકત્ર કરશે.

ECINet સિસ્ટમની તપાસ માટે સમિતિ પંચે જણાવ્યું છે કે ECINet સિસ્ટમની તપાસ માટે IIT અને IIScના વિશેષજ્ઞોની સમિતિ બનાવવામાં આવી છે. CECને હટાવવાની માંગ અંગેનો પંચનો જવાબ ચૂંટણી પંચે મુખ્ય ચૂંટણી કમિશનરને પદ પરથી હટાવવા માટેની અરજી અસ્વીકાર્ય ગણાવી અને જણાવ્યુ કે CECને હટાવવાની પ્રક્રિયા ખૂબ જ જટિલ હોય છે. પંચે આ બાબત પર વિગતવાર જવાબ આપવા વધુ સમયની વિનંતી કરી છે.