શાહરુખને મળશે નવા પાર્ટનર: રૂ.16,634 કરોડની KKRનો 22.5% હિસ્સો ખરીદશે વિદેશી કંપની

શાહરુખ ખાન KKR પાર્ટનર બનશે

બોલિવૂડના ‘કિંગ’ શાહરુખ ખાનની IPL ફ્રેન્ચાઈઝી કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ની માલિકીમાં મોટો ફેરફાર થવાની શક્યતા છે. ક્રિકબઝના અહેવાલ અનુસાર સહ-માલિક જય મહેતાએ પોતાની 45% માંથી 22.5% હિસ્સો અમેરિકાની કંપની Ares Managementને 400 મિલિયન ડોલરમાં વેચવા માટે સોદો કર્યો હોવાનું જણાવાયું છે.

આ સોદાના આધારે KKRનું કુલ મૂલ્ય 1.78 બિલિયન ડોલર (રૂ.16,634 કરોડ) આંકવામાં આવ્યું છે. સોદાની મુખ્ય વિગતો અહેવાલમાં જણાવ્યા પ્રમાણે જય મહેતાના કોર હિસ્સામાંથી અડધો ભાગ એટલે કે 22.5% Ares Managementને વેચવામાં આવશે. આ હિસ્સાની કિંમત લગભગ 400 મિલિયન ડોલર છે, જેનો રૂપિયામાં સમકક્ષ આશરે 3,736.43 કરોડ ગણવામાં આવ્યો છે.

આ આંકડાઓ પરથી KKRની બજાર કીમત 1.78 બિલિયન ડોલર અથવા રૂ.16,634 કરોડ સુધી રહી હોવાનું જણાવાયું છે. માલિકીની હાલની રચના અને બદલાવ હાલ કેબેલ મુજબ KKRમાં જય મહેતાના હિસ્સા 45% છે અને શાહરુખ ખાનનો ભાગ 55% છે. જય મહેતાના 22.5% હિસ્સાનું વેચાણ પૂર્ણ થઇ જાય તો ટીમમાં નવા ભાગીદારનો પ્રવેશ થશે અને શાહરુખ ખાનનો 55% હિસ્સો યથાવત રહેશે.

BCCI મંજૂરી અને અન્ય બાબતો એક અહેવાલ મુજબ આ વ્યવહાર કેશ ટ્રાન્ઝેક્શનમાં થવાની વાત કરવામાં આવી છે. જોકે, આ સોદાને અંતિમ સ્વરૂપ આપવા માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ની ઔપચારિક મંજૂરી અનિવાર્ય રહેશે અને BCCI તેના નિયમો મુજબ ડ્યુ ડિલિજન્સ અને તપાસ કરશે.

Ares Management વિશે Ares Management એ અમેરિકાની જાણીતી ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ ફર્મ છે. અહેવાલ મુજબ આ કંપનીએ અગાઉ રમતગમત ક્ષેત્રે યુરોપ અને અમેરિકાના મોટા ક્લબ અને ફ્રેન્ચાઈઝીમાં રોકાણ કર્યું છે, જેમાં પ્રીમિયર લીગનું Chelsea FC અને NFLની ફ્રેન્ચાઈઝી Miami Dolphins શામેલ છે.

અહેવાલમાં એ પણ ઉલ્લેખિત છે કે જય મહેતા બોલિવૂડ અભિનેત્રી જૂહી ચાવલાના પતિ છે અને તેઓ શાહરુખ ખાન સાથે KKRના સહ-માલિક તરીકે જોડાયેલા છે.