ચાલુ વર્ષે ઓછા વરસાદને કારણે સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં માલધારીઓ સંકટ ઊભો થયો છે. રાજકોટ સહિતના વિસ્તારોમાં માલધારીઓ અને પશુપાલકોની હાલત કફોડી બની ગઈ છે. કુદરતી ઘાસના સૂકી પડતા અને માર્કેટમાં ઘાસચારાના ઊંચા ભાવે અનેક પરિવારોએ પશુઓનું ભરણપોષણ કરવું મુશ્કેલ જણાવી રહ્યું છે.
ઘાસચારા અને પાણીની અછત
પરિસ્થિતિ અને અસર સૌરાષ્ટ્રભરમાં ઓછા વરસાદના કારણે કુદરતી ઘાસચારો અને પીવાના પાણીની કમી નિપજતાં માલધારીઓની મુશ્કેલી વધી છે. બજારમાં ઘાસચારા ખૂબ ઓછી ઉપલબ્ધતા અને ઊંચા ભાવે મળે છે, જેના કારણે દૈનિક આવક અને પશુપાલન પર નિર્ભર પરિવારોએ પોતાના પશુઓનું ભરણપોષણ જાળવવું મુશ્કેલ બન્યું છે.
પરિસ્થિતિ એટલી ગંભીર થઈ છે કે કેટલાક પશુપાલકોને પોતાના પશુઓ સાથે સ્થળાંતર (હિજરત) કરવાની ફરજ પડી રહી છે. માલધારી સમાજ અને પશુપાલકોની માંગ રાજ્ય સરકાર દ્વારા પશુપાલકો અને માલધારીઓ માટે તાત્કાલિક વિશેષ આર્થિક રાહત પેકેજ જાહેર કરવામાં આવે તેવી છે.
રાજ્ય સરકારને વિનંતી
મહાનગરપાલિકા, જીલ્લા અને તાલુકા પંચાયત દ્વારા જરૂરિયાતમંદ પક્ષુઓ માટે રાહત દરે પૂરતા પ્રમાણમાં ઘાસચારો (નીરણ) ઉપલબ્ધ કરાવવામાં આવે. અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક કેમ્પો શરૂ કરીને પશુઓ માટે ઘાસચારો, પીવાનું પાણી અને પશુચિકિત્સાની સુવિધાઓ પૂરી પાડવી જરૂરી છે. પાણીની તંગી ધરાવતા ગામડાઓમાં પાણી ટેન્કર સહિતની અન્ય વૈકલ્પિક વ્યવસ્થાઓ ગોઠવવી જોઈએ.
માલધારી સમાજે અને પશુપાલકોે રાજ્ય સરકારો અને સંબંધિત તંત્રને તાત્કાલિક પગલાં લેવા માટે વિનંતી કરી છે અને ચેતવણી આપી છે કે જો વહેલી તકે અસરગ્રસ્ત વિસ્તાર માટે નક્કર પગલાં નહીં લેવામાં આવ્યા તો પશુધન વગર માલધારીઓનું અસ્તિત્વ જોખમમાં પડી શકે છે.