શનિવારના અચૂક ઉપાયો: કામમાં આવતી અડચણો અને નજર દોષ દૂર કરવાના ઉપાયો | Gujarat Samachar

શનિવારના ઉપાયો

જીવનમાં અચાનક મુશ્કેલીઓ, તણાવ અથવા કરિયરમાં પ્રગતિ ન થવી ત્રણેય પરિસ્થિતિઓ માટે ઘણીવાર લોકો ‘નજર દોષ’ને કારણ માનતા હોય છે. શનિવારે કેટલીક પરંપરાગત રીતો અજમાવી આ નકારાત્મકતા દૂર કરવા નો પ્રયાસ કરવામાં આવે છે.

હનુમાન મંદિરમાં ઉપાયો

હનુમાન મંદિરે હનુમાન ચાલીસાનો પાઠ અને સિંદૂર કપાળે લગાવવાની પ્રથા, ધંધામાં લીંબુ-મરચાં લટકાવવાનો ઉપાય, પરિવારમાં લોટનો દીવો બનાવવાનો પ્રચલિત ઉપાય અને ઘરની મુખ્ય દરવાજે નજર બટ્ટુ બાંધવાની પરંપરા એમાંથી મુખ્ય છે.

લીંબુ-મરચાં લટકાવવાનો ઉપાય

ધંધા-રોજગારમાં લીંબુ-મરચાં લટકાવવાના ઉપાય વ્યવસાયમાં સતત નુકસાન અથવા મહત્ત્વના કાર્યો વારંવાર અટકી જતા હોય તો શનિવારે ઓફિસ કે દુકાનના મુખ્ય દરવાજા પર લીંબુ-મરચાં લટકાવવાની પરંપરા પાલન કરવામાં આવે છે.

લોટનો દીવો બનાવવો

પરિવારમાં નજર લાગેલી સ્થિતિમાં લોટનો દીવો ઘરના કોઇ સભ્યને નજર લાગેલી લાગણી હોય અથવા પરિવાર પર સતત મુશ્કેલીઓ જણાઈ રહી હોય તો ઘઉંના લોટમાંથી દીવા તૈયાર કરવાનો પરંપરાગત ઉપાય કરવામાં આવે છે.

નજર બટ્ટુ અને ગંગાજળ

મુખ્ય દરવાજે નજર બટ્ટુ અને ગંગાજળનો છંટકાવ ઘરના મુખ્ય દરવાજા પર લાલ દોરામાં નજર બટ્ટુ બાંધવાની અને સાથે ગંગાજળનો છંટકાવ કરવાની પરંપરા પણ લોકપ્રિય છે. માન્યતા પ્રમાણે આથી ઘરની નકારાત્મક ઉર્જા દૂર રહે છે અને વાતાવરણ સકારાત્મક થાય છે.