રિવરફ્રન્ટની પૂર્વ ઇન્ટરસેપ્ટર લાઇન માટે ₹10.46 કરોડ મંજૂર
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા સાબરમતી રિવરફ્રન્ટની પૂર્વ દિશાની 11.50 કિમી લાંબી ઇન્ટરસેપ્ટર લાઇનમાંથી જમા થયેલો કાંપ અને અન્ય અવરોધ દૂર કરવા ₹10.46 કરોડ ખર્ચ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ દરખાસ્ત વોટર કમિટીએ મંજૂર કરી છે અને આગામી ચોમાસા પહેલાં સફાઈ પૂર્ણ કરી લાઇનને સંપૂર્ણ કાર્યક્ષમ બનાવવા ઉદ્દેશ રાખવામાં આવ્યો છે જેથી શહેરમાં વરસાદી પાણીના નિકાલમાં સુધારો થાય.
ઇન્ટરસેપ્ટર લાઇન વિશે વિગત સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ અંતર્ગત નદીના પૂર્વ અને પશ્ચિમ કિનારે ઇન્ટરસેપ્ટર લાઇનો બાંધવામાં આવી હતી. રિવરફ્રન્ટની પૂર્વ અને પશ્ચિમ કિનારે મુકાયેલી ડ્રેનેજ લાઇનની વ્યાસ 900 થી 2200 મિમી સુધીની છે. આ વ્યવસ્થા દ્વારા ગટરનું પાણી ટ્રીટમેન્ટ માટે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સુધી પહોંચાડવામાં આવે છે. પૂર્વ વિસ્તારમાં આવતા ગટરનું પાણી પીરાણા સ્થિત 106 MLD ક્ષમતાવાળા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સુધી લઈ જવામાં આવે છે અને ટ્રીટમેન્ટ પછી નદીમાં છોડવામાં આવે છે.
શાહીબાગ ડફનાળાથી આંબેડકર બ્રિજ સુધી ફેલાયેલી 11.50 કિમી લાંબી લાઇનમાં ઉત્તર, મધ્ય અને દક્ષિણ ઝોનના અનેક વોર્ડનાં ડ્રેનેજ કનેક્શન જોડાયેલા છે. સફાઈની કામગીરી ઇન્ટરસેપ્ટર લાઇનમાં જમા થયેલા કાંપ અને અન્ય અવરોધોને દૂર કરવા ડિસિલ્ટિંગ કરી લાઈનમાં સામેલ અવરોધ દૂર કરવાની નક્કી કરવામાં આવી છે. લાઇનની અંદરથી અવરોધ હટાવવા તથા તેની કાર્યક્ષમતા વધારવા તે કામગીરી જરૂરી મેનેજરિયલ અને ટેક્નીકલ પગલાં સાથે કરવામાં આવશે જેથી આગામી ચોમાસામાં વરસાદી પાણીનું નિકાલ વધુ અસરકારક બને.
ટેન્ડર પ્રક્રિયા આ કાર્ય માટે AMC ના ડ્રેનેજ પ્રોજેક્ટ વિભાગે ટેન્ડર બહાર પાડ્યું હતું. લાઇનની સફાઈ માટે CCTV ટેકનોલોજી અને હેવી મશીનરી ધરાવતા કોન્ટ્રાક્ટરને રાખવાની શરત હતી. ટેન્ડરમાં કુલ 2 કોન્ટ્રાક્ટરે ભાગ લીધો અને વાટાઘાટો પછી એક કોન્ટ્રાક્ટરે કાર્ય ₹10.46 કરોડમાં કરવા તૈયારિ દાખવી હતી.
વોટર કમિટીના ચેરમેને જણાવ્યું કે ઇન્ટરસેપ્ટર લાઇનની સફાઈ પછી તેની કાર્યક્ષમતા વધશે અને આગામી ચોમાસાના સમયગાળામાં શહેરના વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા વધુ અસરકારક બનશે. કામગીરી શક્ય હોય તો ચોમાસા પહેલા પૂર્ણ કરવાની યોજના છે.