મોર્નિંગ ન્યૂઝ બ્રીફ: રાજકોટ હોટેલ રેડમાં 76 ધરપકડ; રાહુલ ગાંધીએ કહ્યું- જ્ઞાનેશ કુમાર જેલ જશે; બંગાળની ખાડીમાં ચક્રવાત ‘મુરાસુ’નું જોખમ

રાજકોટ: હોટેલ સરાઝા પર રેડ

રાજકોટની સરાઝા હોટેલમાં રાત્રિના સમયે બનેલી પાર્ટીની શંકામાં LCB ઝોન-2 દ્વારા રેડ કરીને 76 લોકો ઝડપાયા છે. પોલીસની માહિતી અનુસાર, 31 ઓક્ટોબરના રાત્રિના 12 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. LCB ઝોન-2ની ટીમે કાલાવડ રોડ પર આવેલી હોટેલ પર રેડ કરી હતી, જેમાં 30 દંપતિઓનો સમાવેશ થાય છે.

પોલીસે હોટલમાં બ્રાન્ડેડ સ્કોચ વ્હિસ્કી, બીયરના ટીણ અને બોટલો તેમજ બિયર ગ્લાસમાં દારૂ જોવા મળ્યા હતા. ઘટનાસ્થળે ડેકોરા ગ્રુપના માલિકની બર્થ ડે પાર્ટી ચાલી રહી હતી.

રાહુલ ગાંધીએ આપ્યું નિવેદન

દિલ્હીમાં રામલીલા મેદાનમાં વિપક્ષી રેલી દરમિયાન રાહુલ ગાંધીએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિશે કડક નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે, “જ્ઞાનેશ કુમારે વોટ ચોરી કરાવી છે, તેમણે જેલ જવું પડશે.”

બંગાળની ખાડીમાં ચક્રવાત ‘મુરાસુ’

હવામાન વિભાગે જણાવ્યું છે કે બંગાળની ખાડીમાં ‘મુરાસુ’ નામના ચક્રવાતી તોફાનનું જોખમ ઊભું થયું છે. આ ચક્રવાત 3 નવેમ્બરના સવારે આંધ્રપ્રદેશના કિનારે ટકરાઈ શકે છે.

હવામાન વિભાગે પવનની ઝડપ 100 થી 110 કિમી પ્રતિ કલાક અને ઝાપટા સાથે 120 કિમી પ્રતિ કલાક સુધી પહોંચવાની શક્યતા જણાવી છે.