દિવાળીના તહેવાર માટે ઇમરજન્સી એક્શન પ્લાન
દિવાળીના તહેવાર દરમિયાન આગ, અકસ્માત અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સાંભળવા અમદાવાદ ફાયર વિભાગ, 108 ઇમરજન્સી સેવા અને શહેર પોલીસ સંયુક્ત દિવાળી ઇમરજન્સી એક્શન પ્લાન અમલમાં લાવી રહ્યા છે. શહેરમાં 1100થી વધુ ફાયર કર્મી અને 65થી વધુ એમ્બ્યુલન્સ રાઉન્ડ ધ કલોક સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે.
તમામ વિભાગોએ સ્ટાફની રજાઓ મોકૂફ રાખી 24 કલાક સઘન મોનિટરિંગ શરૂ કર્યું છે. ફાયર વિભાગની તૈયારી અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસિસ (AFES) દ્વારા તમામ 18 ફાયર સ્ટેશનો એલર્ટ મોડ પર મૂકવામાં આવ્યા છે.
સાંકડા માર્ગો અને કોમર્શિયલ વિસ્તારોમાં ફાયર ટેન્ડર મોટી ગાડીઓથી ઝડપી પહોચ માટે મુશ્કેલી ન પડે તે માટે વોટર મિસ્ટ ટેક્નોલોજીવાળી બાઇક અને ક્વિક રિસ્પોન્સ વ્હીકલ (QRV) તહેનાત કરાયા છે. એસ.જી. હાઇવે, સિંધુભવન અને એસ.પી. રિંગ રોડમાં મોટાં ફટાકડા સ્ટોલ્સની આસપાસ વોટર બ્રાઉઝર્સ ગોઠવવામાં આવ્યા છે.
108 ઇમરજન્સી સેવા અને હોસ્પિટલ સંકલન 108 ઇમરજન્સી સેવામાં તમામ એમ્બ્યુલન્સમાં પેઇન મેનેજમેન્ટ દવાઓ, ઓક્સિજન સિલિન્ડર્સ અને બર્ન ડ્રેસિંગ કિટ્સનો પૂરતો સ્ટોક રાખવામાં આવ્યો છે. દિવાળીના દિવસોમાં ટ્રાફિક અકસ્માતો અને દાઝના કેસોમાં સામાન્ય રીતે 15થી 20 ટકાનો ઉછાળો આવતો હોવાને પગલે આ વ્યવસ્થા ઘડીત કરવામાં આવી છે.
અસારવા સિવિલ, સોલા સિવિલ, એલ.જી. અને શારદાબેન હોસ્પિટલના બર્ન્સ વોર્ડ અને ટ્રોમા સેન્ટરો સાથે ડાયરેક્ટ હોટલાઇન સંપર્ક જાળવવામાં આવ્યો છે જેથી ઇજાગ્રસ્ત દર્દીને હોસ્પિટલ પહોંચતા જ વિલંબ વિના સારવાર શરૂ કરી શકાય.
પોલીસ અને ટ્રાફિક વ્યવસ્થા પોલીસ કમિશનરની સૂચના મુજબ શહેરના સંવેદનશીલ વિસ્તારમાં, રેલવે સ્ટેશન, એસ.ટી. બસ સ્ટેન્ડ અને શોપિંગ મોલ્સ પર ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને સ્થાનિક પોલીસની ટીમો દ્વારા ફૂટ પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે.
ટ્રાફિક શાખા દ્વારા મુખ્ય સર્કલો પર રિકવરી વેન (ક્રેન) સ્ટેન્ડબાય રાખવામાં આવી છે જેથી કોઈ વાહન બ્રેકડાઉન થાય તો ઇમરજન્સી વાહનો જામમાં ફસાઈ ન શકે. ભીડભાડવાળા બજારોમાં મહિલાઓની સુરક્ષા માટે શી-ટીમ અને 181 અભયમની ટીમો તહેનાત રહેશે.
ખાસ વ્યવસ્થાઓ કાલુપુર, રિલિફ રોડ, લાલદરવાજા અને બાપુનગર જેવા સાંકડા માર્ગો ધરાવતા કોમર્શિયલ વિસ્તારોમાં ઝડપી રિસ્પોન્સ સુનિશ્ચિત કરવા માટે વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.